આેલ્ડ ઇઝ ગોલ્ડ

February 1, 2018 at 5:36 pm


નાના પડદાની પ્રખ્યાત સિરિયલ ‘નાગિન 3’નું શૂટિંગ શરૂ થઇ ચૂક્યું છે. પહેલા ખબર એમ હતી કે કરિશ્મા તન્ના, સુરભી જ્યોતિ અને નિતા હસનંદાની ‘નાગિન’ની ત્રીજી સિઝનમાં નાગિન બનીને દર્શકોને ડસવા આવશે. જ્યારે આ શોની શરૂ થવાની તારીખ જેમ જેમ નજીક આવતી ગઇ તેમ મેકરોને લાગ્યું કે નાગિન માટે પરફેક્ટ પાત્ર મૌની રાૅય અને અદા ખાન સિવાય બીજુ કોઇ નહી હોઇ શકે તેથી ત્રીજી માર્ચે શરૂ થનારા આ શોમાં ત્રીજી વાર નાગિન બનીને અદા ખાન અને મૌની રાૅય દર્શકોનું મનોરંજન કરશે. મૌનીએ ઇન્ટાગ્રામ પર એક ફોટો પોસ્ટ કર્યો છે જેમાં ‘નાગિન 3’ના સેટ પર તે અને અદા ખાન મસ્તી કરી રહી છે અને લખ્યું હતું કે ફરી એક વાર અમે સાથે આવી રહ્યા છીએ.

Comments

comments