આેસ્ટ્રેલિયાના વિઝા મેળવવા માટે ભારતીય ભાઇ-બહેને લગ્ન કર્યા!

February 1, 2019 at 11:00 am


એક આઘાતજનક ઘટનામાં આેસ્ટ્રેલિયાના વિઝા મેળ્વવા માટે એક ભારતીય બહેન અને ભાઇ એકબીજાને પરણી ગયાં હોવાનો આરોપ છે. હાલમાં ભાઇ-બહેનની આ જોડી આેસ્ટ્રેલિયામાં રહે છે. પોલીસ હાલમાં આ મામલાની તપાસ કરી રહી છે. પંજાબના રહેવાસી આ ભાઇ-બહેન સામે તેમના પિતરાઇઆેએ કરેલી ફરિયાદ બાદ આ ઘટના પ્રકાશમાં આવી છે. ફરિયાદમાં જણાવાયું છે કે ભાઇ-બહેનની જોડીએ બેન્ક એકાઉન્ટ, પાસપોર્ટ અને તેમના કઝિનના નામનો ઉપયોગ કરીને અન્ય બનાવટી આેળખ ઊભી કરી હતી. આેસ્ટ્રેલિયન સ્પાઉઝ વિઝા મેળવવવા માટે તેમની આ કવાયત કામે લાગી હતી. જોકે આ કેસની તપાસ કરતાં ઇન્સ્પેક્ટરનું કહેવું છે કે અમારી તપાસમાં જાણવા મળ્યું છે કે ભાઇ આેસ્ટ્રેલિયાનો કાયમી રહેવાસી છે અને તેની બહેનને કઝિનની આેળખ આપી દસ્તાવેજો સાથે બનાવટ કરાઇ હતી. પહેલા તો તેમણે એક ગુરુદ્વારાથી લગ્નના સટિર્ફિકેટ મેળવ્યા હતા.

Comments

comments

VOTING POLL