આેસ્ટ્રેલિયા ટીમ વિરૂદ્ધ સારૂ પ્રદર્શન કરવા સજ્જ : રોહિત

November 19, 2018 at 9:02 pm


ભારતીય વાઇસકૅપ્ટન રોહિત શમાૅએ કહ્યું ચે કે, આેસ્ટ્રેલિયાના બાેલરોને પાેતાની હાઈટનાે ફાયદો થશે પરંતુ તેમની ટીમ આ વખતે ક્રિકેટની આ શ્રેણીમાં નવી પરિભાષા માટે તૈયાર છે. ભારતીય ટીમ શ્રેણીની શરૂઆત 21મી નવેમ્બરના રોજ ટી-20 મેચથી કરશે. રોહિત શમાૅએ કહ્યું હતું કે, ઝપડી વિકેટ પર રમવું સરળ રહેશે નહીં. તેમણે કહ્યું હતું કે, ભારતે હમેશા પર્થ અને બિ્રસ્બેનમાં મેચો રમી છે અને આ બંને મેદાનાે પર પરિસ્થિતિ પડકારરુપ રહે છે તેમજ આેસ્ટ્રેલિયાના બાેલરો આ પરિસ્થિતિનાે સંપૂર્ણ ફાયદો ઉઠાવે છે. રોહિત શમાૅએ કહ્યું હતું કે, આ વખતે ખુબ જ સારુ પ્રદર્શન કરીને સીરીઝ જીતવા માટે ઇચ્છુક છે.
આેસ્ટ્રેલિયામાં સારા દેખાવથી મનાેબળ વધે છે અને વિશ્વકપ પહેલા જીતવાથી અમારો આત્મવિશ્વાસ ખુબ વધી જશે. રોહિત શમાૅએ કહ્યું હતું કે, આેસ્ટ્રેલિયા જેવી મજબૂત ટીમ સામે તમામ ખેલાડીઆેએ સારુ પ્રદર્શન કરવું પડશે. આેસ્ટ્રેલિયાને આેસ્ટ્રેલિયામાં હરાવવું ખુબ જ મુશ્કેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ત્રણે મેચોની ટ્વેન્ટી સીરીઝ બાદ ભારત ચાર ટેસ્ટ મેચ અને ત્રણ વનડે મેચોની શ્રેણી રમનાર છે. ભારતે હજુ સુધી આેસ્ટ્રેલિયામાં ટેસ્ટ શ્રેણી જીતી નથી. ત્રણ શ્રેણી ડ્રાેમાં પરિણમી અને આઠમાં પરાજયનાે સામનાે કરવો પડâાે હતાે. રોહિત શમાૅએ આેસ્ટ્રેલિયા વિરુદ્ધ 16 વનડે મેચોમાં 57.50ની સરેરાશ સાથે 805 રન બનાવ્યા છે. તેમણે કહ્યું હતું કે, આેસ્ટ્રેલિયાઈ પીચોમાં ઉછાળ અને ગતિના કારણે તેને મદદ મળી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ વેસ્ટઇન્ડિઝ સામે વનડે અને ટ્વેન્ટી સિરિઝ જીત બાદ ભારતના તમામ ખેલાડીઆેનાે જુસ્સાે આસમાને પહાેંચી ગયો છે. આેસ્ટ્રેલિયન ટીમને લડત આપવા માટે સંપૂર્ણ ભારતીય ટીમ તૈયાર છે.

Comments

comments

VOTING POLL