આ અવનવા નુસ્ખાઓથી ફટાફટ વધી જશે તમારા નખ….

November 6, 2019 at 10:36 am


Spread the love

સ્ત્રીઓ માટે વધેલા નખ એક પ્રકારની સુંદરતાની નિશાની છે. વધેલા નખ સ્ત્રીનોની હાથી સુંદરતામાં વધારો કરે છે. પરંતુ ઘણી સ્ત્રીઓને એવી સમસ્યા હોય છે કે તેઓના નખ જલ્દીથી વધતા નથી ત્યારે અહીંયા અમે તમારા માટે કેટલાક અવનવા ઉપાયો લઈને આવી ગયા છીએ જેને અપનાવવાથી નખ ફટાફટ વધી જશે….
સૌથી પહેલા તમે તમારા નખ સાફ કરી લો અને તેના માટે તમારે પહેલા કૉટનમાં colgate લગાવવાની રહેશે અને ત્યારબાદ આ કૉટનની મદદથી કૉલગેટ પેસ્ટને પોતાના નખ ઉપર લગાવો અને થોડા સમય માટે તેને સુકાવવા દો. જ્યારે નખ પરની પેસ્ટ સુકાઇ જાય ત્યારે એક બ્રશને પાણીમાં પલાળીને તેનાથી નખને સાફ કરી લો. ત્યારબાદ એક લસણ લો તેને બે ટુકડામાં કાપી દો અને અડધા કપાયેલા લસણને પોતાના નખમાં લગાવી લો. ત્યારબાદ એક ખાલી બાઉલમાં એલોવેરા જેલ લો અને એક વિટામિન ઇની કેપ્સ્યૂલ લો અને તેનું તેલ આ એલોવેરા જેલમાં મિક્સ કરી દો. હવે તેમાં થોડુંક કેસ્ટ્રોલ પણ નાંખો. તૈયાર કરેલ પેસ્ટને આંગળીઓની મદદથી નખ પર લગાવો. આવી રીતે રોજ રાત્રે સુતા પહેલાં કરવાથી તમારા નખ ફટાફટ વધી જશે અને તમારા હાથની સુંદરતામાં ચાર ચાંદ લાગી જશે.