આ આગ કયારે બુઝાશે?

March 16, 2018 at 6:57 pm


કોઈ વસ્તુના જથ્થામાં કે કોઈ મકાન, દુકાન કે હોટલમાં આગ લાગવાની ઘટના સામાન્ય ગણાતી હોય છે પરંતુ હમણા હમણા ગોંડલ અને રાજકોટમાં આગની જે ઘટનાઓ બની તે પુરેપુરી શંકાસ્પદ છે અને આગ લાગી એમ કહેવાને બદલે આગ લગાવવામાં આવી તેમ કહેવું વધુ ઉચિત ગણાશે. ભલે ઉચ્ચ સરકારી અધિકારીઓ આ ઘટનામાં સંડોવાયેલા કોઈને છોડવામાં નહીં આવે તેવા દાવાઓ કરતા હોય પરંતુ હજુ સુધી કોઈને પકડવામાં જ આવ્યા નથી તે એક કડવી વાસ્તવિકતા છે.
થોડા સમય પૂર્વે ગોંડલમાં મગફળીના ગોડાઉનમાં જે આગ લાગી હતી તે ન ભુતો ન ભવિષ્યતી જેવી હતી. આ આગને લગાડનારા હજુ છુટા ફરી રહ્યા છે અને વેલ્ડીંગ કરવાવાળા ઉપર દોષનો ટોપલો ઢોળી દેવામાં આવ્યો છે. ભલે સરકારે આ કેસની તપાસ સીઆઈડી ક્રાઈમને સોંપી દીધી હોય પરંતુ આ તપાસનું પરિણામ હજુ સુધી બહાર આવ્યું નથી. આ મામલામાં સરકારે પોતે ઘણી ગંભીર છે તેવું વારંવાર કહ્યું હતું અને કરોડો પિયાના નુકસાનની જવાબદારી હજુ સુધી ફિકસ કરી શકાઈ નથી.
ગોંડલમાં લાગેલી આગના લબકારા 15 દિવસ સુધી ચાલુ રહ્યા હતાં અને સમાચાર માધ્યમોએ આ ઘટનાને પુરેપુરી ચમકાવી હતી. મીડિયા પણ જાણતું હતું કે જો સત્ય બહાર લાવવામાં આવશે તો કંઈકના તપેલા ચડી જશે અને કદાચ એટલે જ કેટલાક સ્થળે જતાં મીડિયાને પણ અટકાવવામાં આવ્યું હતું. આ આગમાં સીઆઈડીની તપાસ કયાં સુધી પહોંચી, એફએસએલના તારણો શું નીકળ્યા તેની સ્પષ્ટતા પણ હજુ થઈ નથી.
આવું જ કંઈક રાજકોટના જુના માર્કેટીંગ યાર્ડમાં રાખવામાં આવેલા બારદાનના જથ્થામાં લાગેલી આગમાં થયું છે. અત્યાર સુધીની તપાસમાં એવું સ્પષ્ટ લાગી રહ્યું છે કે આ આગ પણ લાગી નથી પરંતુ લગાવવામાં આવી છે. આ આગમાં લગભગ 22 લાખ જેટલા બારદાન સળગીને રાખ થઈ ગયા છે. કરોડો પિયાના આ નુકસાનની જવાબદારી કોની છે તે હજુ કહી શકાતું નથી પરંતુ આ બંને ઘટનાઓ પાછળ કોઈકના ‘ભ્રષ્ટાચારી’ ભેજા ચોકકસ કામ કરી રહ્યા છે તેવું લાગે છે.
સામાન્ય રીતે માર્ચ એન્ડીંગ હોય ત્યારે હિસાબ કિતાબ સેટ કરવા માટે કેટલાક લોકોએ ભૂતકાળમાં આગ લગાવવાના આવા અપકૃત્યો કયર્િ છે પરંતુ મગફળીના ગોડાઉન અને મગફળીના બારદાનમાં લગાવવામાં આવેલી આગ એ હિસાબ કિતાબ સેટ કરવા માટે નહીં પરંતુ કરોડો પિયા ગજવામાં નાખવા માટે લગાવવામાં આવી છે તેવું તારણ નીકળી રહ્યું છે.
ગોંડલના મામલામાં પોલીસતંત્ર પાસે સીસી ટીવી ફુટેજ ન હતાં પરંતુ રાજકોટના યાર્ડમાં તો સીસી ટીવી ફુટેજ પણ મળ્યા છે અને તેમાં દેખાતા શંકાસ્પદ શખસની શોધખોળ પણ શ કરવામાં આવી છે. ખેડૂતો અને ગુજકોટની સરળતા માટે સરકારના આદેશથી યાર્ડમાં મગફળી ખરીદીનું કેન્દ્ર ફાળવવામાં આવ્યું હતું અને ખરીદી બંધ થઈ ગયા બાદ બારદાન રાખવા માટે ગુજકોટે યાર્ડના સતાવાળાઓ પાસે જગ્યા માગી હતી. આ માગણીના આધારે યાર્ડે ગુજકોટને જગ્યા વાપરવા તો આપી દીધી પરંતુ આ માટે કોઈ પ્રકારના લેખીત કરાર થયા ન હતાં. અત્યારે તો આ આગ કોણે લગાડી, કોના કહેવાથી લગાડી અને આગ લગાવવા માટેનું કારણ શું છે તેની તપાસ થઈ રહી છે પરંતુ આ તપાસ પણ ગોંડલ જેવી જ થાય તેવું અત્યારે લાગી રહ્યું છે.
ખરેખર તો સરકારે આ પ્રકારના મામલાઓમાં દાખલો બેસે તેવા પગલા લઈને જવાબદારોને સજા કરવી જોઈએ. જો સરકાર આવું કરવામાં નિષ્ફળ જશે તો આ પ્રકારની ઘટનાઓનું સર્જન કરવામાં ભ્રષ્ટાચારીઓને ચોકકસપણે પ્રોત્સાહન મળશે.

Comments

comments

VOTING POLL