આ એકટર પાસે ભાડું ભરવાના પણ નથી રૂપિયા, પત્ની લોકોના ઘરોમાં કરે છે કામ !

June 11, 2019 at 11:07 am


સામાન્ય રીતે બધાના મનમાં એક વાત એવી હોય કે હીરો હિરોઈનની જીંદગીમાં બસ જલસા અને મોજ મસ્તી જ હોય છે. પરંતુ અત્યારે એક એવા એકતર વિષે જણાવશું કે જેની પાસે ભાડું ભરવાના પણ પૈસા નથી તેમજ તેની પત્ની પણ લોકોના ઘરે જઈને કામ કરે છે અને પોતાનું ગુજરાન ચલાવે છે. વીરા સાથીદાર નામનો આ એક્ટર હાલમાં ગંભીર પરિસ્થિતિનો સામનો કરી રહ્યો છે. વીરાએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે,તેની ફિલ્મ ‘કોર્ટ’ રિલીઝ થયે ચાર વર્ષ થઇ ગયા છે. આ ફિલ્મને નેશનલ એવોર્ડ મળ્યો છે. એટલું જ નહીં એકેડમી એવોર્ડ્સમાં ભારતની ઓફીશિયલ એન્ટ્રી પણ થઇ હતી. પણ આ વાતથી તેમને કોઇ નારાજગી નથી. પરંતુ આ બધાથી મારી જિંદગીમાં કોઈ બદલાવ નથી આવ્યો. તે કહે છે કે, કેટલાય લોકોની હાલત મારાથી પણ ખરાબ છે. હું લખાણથી પૈસા કમાઈ લઉ છું. કે જેનાં લીધે થોડા દિવસોનું ગુજરાન ચાલી જાય. સાથીદાર નાગપુર બાબુદલખેડામાં એક ભાડાનાં ઘરમાં રહે છે. તેમણે કહ્યું કે, આ વાતનું ખુબજ દુખ હોય છે. તેમની પત્ની દરરોજ ઘરે નથી આવી શકતી. કારણ કે પરિવાર આવવા જવાનું ભાડું નથી ઉઠાવી શકતો. સાથીદારે કહ્યું કે, હું આજે પણ મારા ઘરનું ભાડું ચુકવવામાં અસમર્થ છું. મારા મિત્રો દર મહીને મારી મદદ કરે છે.

Comments

comments

VOTING POLL