આ કંપનીએ લોન્ચ કર્યો બે દિવસ સુધી ચાલે તેવો સ્માર્ટફોન, જાણો તેની કિમંત અને ફીચર્સ

May 3, 2018 at 1:50 pm


કૂલપેડને ભારતીય ભજારમાં નોટ ૬ લોન્ચ કર્યું છે. કંપનીનો આ ફોન ખાલી ઓફલાઇન બજારમાં જ મળશે. આ ફોનના ફીચર્સની વાત કરે તો આમાં ૫.૫ ઇંચની hd ડિસ્પ્લે આપવામાં આવેલી છે. જેનો એસ્પેક્ટ રેશિયો ૧૬:૯ છે. કંપનીએ આ ફોનને બે વેરિયન્ટમાં લોન્ચ કરી છે. જેની શરૂઆત કિમંત ૮,૯૯૯ રૂપિયા છે. આ એનરોઇડ સ્માર્ટફોન ૭.૧ ઓપરેટિંગ સિસ્ટમ (OS) પર કામ કરે છે. આ ફોનમાં ક્વાલ્કોમ સ્નેપડ્રેગન ૪૩૫ ચિપસેટ આપવામાં આવેલું છે. ફોનના કેમેરાની વાત કરે તો ડ્યુઅલ સેલ્ફી કેમેરા આપવામાં આવેલા છે. જેમાં ૮ મેગાપિક્સલ અને ૫ મેગાપિક્સલ કેમેરા આપવામાં આવ્યા છે. આમ રિયરમાં f/2.2 અપચર સાથે ૧૩ મેગાપિક્સલ કેમેરા આપ્યા છે. કંપનીએ આ ફોનમાં 4GB/32GB અને 4GB/64GB ઇન્ટર્નલ સ્ટોરેજ આપવામાં આવ્યો છે. 4GB/32GB ની કિમંત ૮,૯૯૯ રૂપિયા અને 4GB/64GB ની કિમંત ૯,૯૯૯ રૂપિયા છે. કૂલપેડ ઇન્ડિયાની મુખ્ય કાર્યકારી અધિકારી સેયદ તાજુદીનને કહેવામાં આવ્યો છે કે કૂલપેડ ‘નોટ ૬’ ભારતીય ગ્રાહકો માટે એક શાનદાર ફોન છે પાવર માટે આમાં 4,070 mah ની બેટરી આપવામાં આવેલી છે. જે ૩૫૦ કલાક સ્ટેન્ડબાય ટાઈમ સાથે આવશે.

Comments

comments

VOTING POLL