આ ગામમાં બે-બે લગ્ન કરવાના રિવાજ, પતિની સાથે એક જ ઘરમાં રહે છે બંન્ને પત્નીઓ

February 5, 2019 at 8:54 pm


ભારત એક એવો દેશ છે જ્યાં પરંપરાઓનું પોતાનું એક અલગ જ મહત્વ છે. ઘણા રાજ્યો વાળા આ દેશ માં દરેક રાજ્ય ની પોત પોતાની અલગ જ વાત હોય છે. આજે અમે રાજસ્થાન ના ‘રામદૈયો ની બસ્તી’ ગામ વિશે કહેવા જઈ રહ્યા છીએ. આ ગામની એક ખાસ વાત છે જે તેને બાકીના ગામથી અલગ કરે છે.રાજસ્થાન ના જેસલમેર ના ગામ રામ દૈયો ની બસ્તી માં બે બે પત્નીઓ રાખવાનો રિવાજ છે. મજેદાર વાત એ છે કે રિપોર્ટ અનુસાર આ ગામની જનસંખ્યા માત્ર 946 છે. અહીંના મોટાભાગના પુરુષો એ બે બે લગ્ન કર્યા છે અને બંને પત્નીઓ પણ સાથે જ રહે છે.

મોટાભાગના પુરુષો એ પોતાના બીજા લગ્ન વિશે જણાવ્યું કે તેઓએ બીજા લગ્ન ત્યારે કર્યા જ્યારે તેની પહેલી પત્ની ગર્ભધારણ કરવામાં નાકામ રહી હતી કે પછી તેઓએ દીકરી ને જન્મ આપ્યો હોય. જો કે આ પરંપરા પહેલાની પેઢી સુધી જ સીમિત છે નવી પેઢી વધતી જઈ રહેલી મોંઘવારી ને લીધે આ રિવાજ આપનાવી રહી નથી.આ ગામમાં બીજા લગ્નને લઈને એક અંધવિશ્વાસ પણ બનેલો છે કે બીજા લગ્ન કરવા પર જ બીજી પત્ની દીકરાને જન્મ આપે છે. ગામના મોટા વડીલો નું માનવું છે કે ગામના જે પુરુષો એ બીજા લગ્ન કર્યા છે તેની પત્નીઓએ જ દીકરા ને જન્મ આપ્યો છે. આ સિવાય લગ્ન પછી બંને પત્નીઓને એકસાથે જ રહેવાનું હોય છે.

બે લગ્ન કરવા પર એ પણ શરત છે કે બંને પત્નીઓને એકસમાન જ અધિકાર આપવામાં આવે. ગામના રિવાજ ના અનુસાર તેઓએ પોતાની બંને પત્નીઓને ખુશ રાખવાની હોય છે. આગળના ઘણા વર્ષોથી બે પત્નીઓ વાળા ઘરમાં એકપણ વિવાદ સામે આવ્યા નથી

Comments

comments

VOTING POLL