આ છે એવા અજબગજબ દેશો કે જયાં કિચડ, દારૂ, ટામેટા, ઈંડા અને ઠંડાપીણાથી રમાઈ છે હોળી

April 6, 2019 at 1:42 pm


તમામ તહેવારોનું ભારત દેશમાં અનેરું મહત્વ છે ત્યારે હોળીનો તહેવાર પણ એટલા જ ધામધૂમથી ઉજવાય છે. તો બીજા દેશોમાં આ તહેવારોની ઉજવણી કંઈક અલગ રીતે જ કરાય છે. આ વર્ષે 21મ માર્ચે હોળીની ઉજવણી કરાઈ હતી.

 

હોળી રંગો નો તહેવાર છે, આ વખતે, 21મી માર્ચે હોળીની ઉજવણી કરવામાં આવી હતી, હોળીકા દહાન 20 માર્ચે કરાયું હતું, આ પહેલા હોળી ફૂલોથી રમવામાં આવતી હતી અને હવે તેને ગુલાબ અને અન્ય રંગોથી રમવામાં આવે છે. વિદેશોમાં પણ અલગ-અલગ રીતથી હોળી ઉજવવામાં આવે છે. ખૂબસુરતી સાથે અલગ- અલગ રંગોને એકબીજાના શરીર પર લગાવવામાં આવે છે. ડાન્સ-મસ્તી આવી રીતે માત્ર ભારતમાં જ ઉજવણી કરવામાં આવે છે. વિદેશોમાં પણ હોળી રમાઇ છે પરંતુ તેઓની મનાવવાની રીત અલગ છે

 

આફ્રિકાના કેટલાક દેશોમાં ‘ઓમેના બોન્ગા’ નામથી તહેવાર ઉજવવામાં આવે છે. આ તહેવાર હોલીકા દહનની જેમ જ ઉજવાય છે. આ દિવસે એક જંગલી દેવતાને બાળી નાખવામાં આવે છે. આ દેવતાને ‘પ્રિન બોન્ગા’ કહેવામાં આવે છે.

 

દક્ષિણ કોરિયાથી આશરે 200 કિલોમીટર દૂર દક્ષિણ ઓફ સિયોલમાં ગરમીઓમાં બોરાયોંગ મડ નામનો તહેવાર ઉજવાય છે. આ તહેવારમાં લોકો આ દિવસે કિચડ અથવા ભીની માટીથી હોળી રમે છે જયારે ચેકોસ્લોવાકિયામાં ‘બાલિયા કનૌસે’ ના નામથી હોળીનો તહેવાર ઉજવાય છે. આ પ્રસંગે લોકો એક બીજા પર રંગ નાખે છે અને નૃત્ય કરે છે.

 

ફિલમ જિંદગી ના મિલેગી દોબારા તો જોયુ હશે, જ્યા બનોનના વેલેનશૈનમાં ટામેટાથી હોળી રમાઇ છે. આ તહેવારમાં લોકો એકબીજા પર ટામેટા ફેંકે છે, જયારે સ્પેનના એલ્સ એનફર્નિયાટ્સ ફેસ્ટિવલમાં એક-બીજાને ઇંડા ફેકે છે. સાથે જ ફટાકતા પણ ફોડી આ તહેવારની ઉજવણી કરે છે.

 

ઉત્તર સ્પેનના લા રોઇજા રીઝનના હોલરા ટાઉનમાં દર વર્ષે હોળી રમાય છે. તેમા દારૂ પીવા અને રમવાની સ્પર્ધા હોય છે. લોકો બકેટ ભરીને એકબીજા પર વાઇન ફેંકે છે અને ઉત્સવ મનાવે છે.

Comments

comments