આ છે એવું મંદિર કે જયાં તડકામાં ટપકે છે પાણી…..

April 10, 2019 at 1:55 pm


Spread the love

આમ તો આપણે ધણી અજબગજબ વાતો સાંભળતા હોઈએ છીએ પરતું અમુક વાતો એવી હોય છે કે જે આપણને જલ્દીથી સાંભળીને ગળે ઉતરતી નથી કે તે સાંભળીને આશ્ચર્ય થઈ જઈએ છીએ. ત્યારે આવું જ કંઈક સાંભળવા મળ્યું છે કે એક છે એવું મંદિર કે જયાં ચોમાસામાં નહી પરંતુ તડકામાં ટપકે છે પાણી.

 

વરસાદ આવવાના સાત દિવસ પહેલાજ મંદિરની છત પરથી પાણી ટપકવા લાગે છે. જેના આાધારે વરસાદ થાય છે. આ ઘટના કોઈ પણ સામાન્ય બિલ્ડિંગ અથવા મકાનમાં નહી પરંતુ થાય છે ભગવાન જગન્નાથના પ્રાચીન મંદિરમાં, ઉત્તરપ્રદેશના કાનપુર જિલ્લાથી અંદરના વિસ્તારમાં માત્ર ત્રણ કિલોમીટર દૂર એક ગામ આવેલુ છે. અહીં છે તડકામાં છત પરથી પાણીના ટીપાં અને વરસાદમાં છત પરથી પાણી ન ટપકવાનું રહસ્ય કંઈક અલગ જ રહસ્ય.

 

જેમ જેમ વરસાદની શરૂઆત થાય છે, તેમ છત પરથી પાણી બંધ થઇ જાય છે. આ ઘટના આશ્ચર્યકારક છે પરંતુ સાચી છે. ગામલોકો જણાવે છે કે છ-સાત દિવસ પહેલા મંદિરની છત પરથી પાણી ટપકવા લાગે છે. એટલુ જ નહીં જે આકારના બિંદુઓ ટપકે છે તે આધારે વરસાદ શરૂ થાય છે. આશ્ચર્યજનક વાત એ છે કે જેમ વરસાદ શરૂ થાય છે તેમ છત સંપૂર્ણપણે અંદરથી સુકાઇ જાય છે.

 

વિજ્ઞાનીઓ પણ આજ સુધી આ રહસ્યને શોધી શક્યા નથી, વધુમાં છત ટપકવાના કારણે મંદિરના પૂજારી જણાવે છે કે, પુરાતત્વ નિષ્ણાંત અને વૈજ્ઞાનિકોએ આ વાતને સમજવાનો ઘણો પ્રયત્ન કર્યો, પરંતુ તેનુ રહસ્ય જાણી શકાયુ નહીં. ત્યારે આ રાઝ તમામના દિલમાં રાઝ જ રહી ગયું છે.