આ છે ગુજરાતનું એવું ફાટક, જયાં નથી આવતી એક પણ ટ્રેન છતાં 45 મિનીટ ફાટક રહે છે બંધ

December 7, 2018 at 2:47 pm


            આ તે કેવી અજબ ગજબ વાત છે કે જયા એક પણ ટ્રેન ન રોકાતી હોવાછતાં પણ ફાટક 45 મિનીટ સુધી બંધ રહે છે. આજુબાજુના લોકો પણ ફાટક કેમ બંધ કરવામાં આવે છે એના વિષે હજુ સુધી સમજી શક્યા નથી. જ્યારે સ્થાનિકો પણ આ ફાટક બંધ થવાથી ખૂબ પરેશાન છે. કેમકે ફાટક પાંચ દસ મિનિટ માટે બંધ નથી રાખવામા આવતું. આ ફટકને પૂરા 45 મિનિટ માટે બંધ રાખવામા આવે છે. જેના કારણે લોકોને અવર-જવર બંધ કરવી પડે છે.


           આ ફાટક અમરેલીમાં લાઠી રોડ પર આવેલું છે. અહીના લોકો પણ આ ફાટક બંધ થવાથી ત્રાહિમામ પોકારી ચૂક્યા છે. ને ઘણીવાર લેખિતમાં આ બાબતે વિરોધ દર્શાવતી અરજીઓ પણ કરવામાં આવે છે. પરંતુ આ બાબતે રેલવેએ કોઈ જ પગલાં લીધા ન હતા.


            અમરેલી જિલ્લાના સ્ટેશન માસ્તરે આ બાબતે કહ્યું હતું કે, આ રેલવેનો નિયમ છે. જો કોઈ ટ્રેન પસાર થવાની હોય ને તેનાં નક્કી કરેલ અંતર સુધીમાં ફાટક આવતું હોય તો ફરજિયાત બંધ કરવું. તો જ ટ્રેનને આગળ જવા માટે સિગ્નલ મળે છે. એટ્લે આ બાબતે રેલવેના નિયમ વિરુદ્ધ કાંઇ કરવું શક્ય નથી. વળી, અમરેલી જીલ્લામાં રેલવે લાઇન શહેરની વચ્ચોવચ થઈને જ પસાર થાય છે. એટલે જેટલી પણ ફટકો છે એ બધી જ બંધ કરવાની ફરજ પડે છે. રોજ આવી રીતે ફાટક બંધ થતાં બાળકો સમયસર સ્કૂલ નથી પહોંચી શકતાં, જેના કારણે એમના ભણતર પર પણ અસર પડે છે. તો નોકરિયાત વર્ગ સમયસર ઓફિસ નથી પહોંચી શકતાં જેના કારણે એમની નોકરી પર અસર થઈ રહી છે. પહેલા આ ફાટકની રેલવે લાઇન પરથી ઘણી ટ્રેન પસાર થતી જ હતી. પરંતુ જ્યારથી બ્રોડગેજ રેલ લાઇનનુ કામ શરૂ થયું છે ત્યારથી અહિયાંથી એકેય ટ્રેન પસાર થઈ નથી. એક પ્રશ્ન એ પણ છે કે જો ટ્રેન પસાર જ નથી થઈ રહી તો પછી ફાટક બંધ કેમ ? એવું કેવું કે ટ્રેન પસાર થાય એટલે થોડા અંતરમાં જેટલા પણ ફાટક આવે એ બધાને ફરજયાત બંધ કરી દેવાના. પરંતુ રેલવેના નિયમો સામે આપણું કંઈ ચાલતું નથી તેથી આ મુશ્કેલીમાંથી ધણા લોકોને રોજ પસાર થવું પડે છે.’

Comments

comments

VOTING POLL