આ છે દુનિયાનો બે મોઢાવાળો માણસ, એક ચહેરો હસે તો બીજો રડે …

September 11, 2019 at 10:28 am


દુનિયામાં ઘણા એવા ચિત્ર-વિચિત્ર માણસ છે જેની વિચિત્રતાનું રહસ્ય આજ સુધી મળી શક્યું નથી. ત્યારે આવો જ રહસ્યમય માણસ છે જે ૧૯મી સદીમાં ઈંગ્લેન્ડમાં રહેતો હતો. જેના વિશે એવો પણ દાવો કરવામાં આવે છે કે તેના બે ચહેરાઓ છે, એક આગળ અને એક પાછળ. દુનિયામાં આ જ એક માત્ર એવો વ્યક્તિ હતો જેના બે ચહેરા હતા. આ બે ચહેરાવાળા વ્યક્તિનું નામ એડવર્ડ મોર્ડ્રેક હતું. પ્રાપ્ય માહિતી મુજબ, એડવર્ડનો બીજો ચહેરો સક્રિય સ્થિતિમાં ન હતો પરંતુ જેમ-જેમ તેણે સૂવાનો પ્રયત્ન કર્યો ત્યારે તેમનો બીજો ચહેરો જાગ્યો અને તે આખી રાત બોલબોલ કરતો હતો. એક લેખક દ્વારા ૧૯૮૫માં બોસ્ટન પોસ્ટમાં એડવર્ડનો ઉલ્લેખ કરીને એક લેખ પણ પ્રકાશિત કરવામાં આવ્યો હતો. લેખમાં લખ્યું હતું કે, એડવર્ડ તેના બીજા ચહેરાથી ખૂબ જ નારાજ હતો અને આ કારણે તે ઘણા દિવસો સુધી સૂઈ પણ શક્યો ન હતો. લેખ દ્વારા એવું પણ જાણવા મળ્યું છે કે, એડવર્ડ તેની સારવાર માટે ડોક્ટર પાસે ગયો હોવાનું કહેવાય છે પરંતુ તે સમયે એવી સારી ટેકનીક ન હતી જેથી સારવાર કરવી શક્ય નહતી. જો કે સાથે એવું પણ કહેવામાં આવે છે કે, ડોક્ટરોએ તેની સારવાર કરવાનો ઇનકાર કરી દીધો હતો. માહિતી પ્રમાણે એવું પણ જાણવા મળ્યું કે, એડવર્ડના માથા પાછળનો ચહેરો તે છોકરીનો હતો જેની આંખો હતી પરંતુ તે જોઈ શક્યો નહીં. આ સિવાય તે ચહેરાનું મોં પણ હતું પરંતુ તે ખાઈ શક્યો નહીં કે મોટેથી બોલી શક્યો નહીં. માત્ર ફફડાટ કરતો હતો અને તે પણ નરક વિશે. આ સિવાય જ્યારે તે રડ્તો ત્યારે તેનો બીજો ચહેરો હસ્તો હતો.

Comments

comments