આ છે ભારતનો કરોડપતિ ક્રિકેટર જે લોકોને રોજ ફ્રીમાં આપે છે ભોજન

February 1, 2018 at 3:54 pm


Spread the love

ભારતીય ક્રિકેટર ગૌતમ ગંભીર મેદાન ઉપરાંત સામાજિક કાર્યોમાં પણ સારું એવું યોગદાન કરે છે. ગંભીર સુકમામાં શહીદ થયેલ સૈનિકોના પરિવારનો ખર્ચ ઉઠાવે છે તો ક્યારેક સુરક્ષાદળોના પક્ષમાં મજબૂતીથી પોતાના પક્ષ રાખે છે. ભારતીય ટીમનો ઓપનિંગ બેટ્સમેન રહી ચૂકેલો ગૌતમ ગંભીર એવા ક્રિકેટર છે જેણે મેદાનની બહાર પણ વાહવાહી મેળવી છે.ગૌતમ ગંભીર આશા નામનો એક એનજીઓ ચલાવે છે. જેમાં તે રોજ લોકોને ફ્રીમાં ભોજન કરાવે છે. આ પહેલા પણ ગંભીર અનેક નેક કામોમાં આગળ પડતો રહીને ભાગ લેતો જોવા મળ્યો છે.ઓગસ્ટ 2017માં કાશ્મીરમાં એક આતંકી અથડામણમાં શહીદ થયેલા જમ્મુ કાશ્મિરના સબ ઇન્સ્પેક્ટર અબ્દુલ રાશિદની પાંચ વર્ષની દીકરી જોહરાનો બધો જ એજ્યુકેશન ખર્ચ ગૌતમ ગંભીર ઉઠાવે છે. ગૌતમે ત્યારે જ ટ્વિટ કરીને આ વાતની જાણકારી આપી હતી.ગંભીરે વર્ષ 2013થી ભલે કોઇપણ ઇન્ટરનેશનલ મેચ રમી ન હોય પરંતુ તે ચેરિટી કરીને લોકો વચ્ચે ખુશીઓ વહેંચવામાં એક્સપર્ટ છે. 2011ની વર્લ્ડકપ ફાઇનલમાં 97 રન કરીને ભારતને જીત અપાવનાર ગૌતમ ગંભીર હવે લોકોની સેવા કરી રહ્યો છે.ગૌતમ ગંભીર ભલે ભારતીય ટીમમાં ન હોય પરંતુ તે આઇપીએલમાં પણ રમે છે. 2017માં થયેલા આઇપીએલમાં ગંભીરનું પ્રદર્શન ખુબ સારૂ રહ્યું હતું. જોકે, તેની બેટિંગ કરતા વધારે ચર્ચા તે મેન ઓફ ધ મેચ એવોર્ડની થઇ હતી. જેને તેણે દાન કર્યો હતો. ગંભીરે મેદાન પરથી જ જાહેરાત કરી હતી કે તે આ પ્રાઇઝ મની સુકુમાના શહીદને સમર્પિત કરી હતી.