આ છે રાજકોટ આવકવેરા વિભાગના ‘કમાઉ દીકરા’

July 23, 2019 at 3:51 pm


રાજકોટ આવકવેરા વિભાગ માટે ‘કમાઉ દિકરા’ સાબીત થયેલા ટોપ ટેન કરદાતાઆેનું આવતીકાલે ચીફ કમિશનર દેબાશિષ રોય ચૌધરી સન્માન કરશે. આ વર્ષે પણ રાજકોટ ઈન્કમટેકસ વિભાગને મોટો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો. જેમાં રાજકોટના ગૃહીણીથી માંડીને સિનિયર સિટીઝન ટેકસપેયર સંજીવની સમાન સાબીત થયા હતા. મંદીના માહોલ વચ્ચે 2900 કરોડનો ટાર્ગેટ પુરો કરવા માટે આઈટી ટીમે પહાડ ચડવા સમાન રહ્યાે હતો. ત્યારે રાજકોટના અમુક કરદાતાઆેએ સૌથી વધુ ટેકસ ચુકવીને ટોપટેનમાં સ્થાન મેળવ્યું છે.

આ ટોપ ટેન કરદાતાઆેમાં સંજયકુમાર અરૂણભાઈ પટેલ, ઉષાબેન સંજયભાઈ પટેલ, ઈલાબેન હરીશભાઈ મહેતા, પ્રભુદાસભાઈ શાંતિલાલ પારેખ, અરૂણકુમાર ગાગજીભાઈ પટેલ, બાન લેબ પ્રા.લી., બાલાજી વેફર પ્રા.લી. એગ્રાે સેલ્સ પ્રા.લી., આેરબીટ બેરીગ્સ પ્રા.લી. અને ભવાની ઈન્ડસ્ટ્રીઝ આ ટોપ ટેન કરદાતાઆેએ પોતાની નૈતિક ફરજ સમજી વધુ ટેકસ ચુકવીને રાજકોટ આવકવેરા વિભાગ માટે કમાઉ દીકરા સાબીત થયા છે.
છેલ્લા ત્રણ વર્ષથી રાજકોટ આવકવેરાની ટીમ આપેલા ટાર્ગેટ કરતા વધુ ટેકસ વસુલાત કરે છે. વર્ષ 2018માં પણ ઈન્કમટેકસ વિભાગે ટાર્ગેટ કરતા પણ વધુ 500 કરોડની આવક મેળવી હતી. સતત ત્રણ વર્ષથી નિર્ધારીત કરતા વધુ ટાર્ગેટ મેળવવા માટે સીબીડીટી ચેરમેનની સરાહના પણ મેળવી છે પરંતુ ગત વર્ષે રાજકોટ વિભાગને જબરો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો. બીજી તરફ સૌરાષ્ટ્રમાં મંદીના વમળો વચ્ચે કરદાતાઆેને સમજાવવામાં ટીમનું મહત્વનું યોગદાન રહ્યું હતું. આ નાેંધપાત્ર યોગદાનમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છના કરદાતાઆેની મુખ્ય ભુમિકા રહી છે. રાજકોટ આવકવેરા વિભાગને આ વખતે નિર્ધારીત ટાર્ગેટ માટે થોડું છેટુ રહ્યું હતું આમ છતાં તિજોરી ભરાવામાં આૈદ્યાેગીક એકમો, સહકારી મંડળી અને કોર્પોરેટ કંપનીઆેનો સાથ મળ્યો હતો. તો સાથોસાથ આ વર્ષે ગૃહીણીઆે અને સિનિયર સિટીઝનોએ પણ પોતાની નૈતિક ફરજ સમજીને બહુમુલ્ય યોગદાન આપ્યું છે ત્યારે આઈટી વિભાગ પણ તેમના યોગદાનને બિરદાવવા માગે છે. આથી ઈન્કમટેકસ ડે ની ઉજવણીના ભાગરૂપે આવતીકાલે ‘ટોપ ટેન’ કરદાતાઆેનું બહુમાન કરવામાં આવશે.

આવકવેરો ચૂકવવામાં પણ શિલ્પા લાઈફ સ્ટાઈલનો ઝગમગાટ
જવેલરીના ક્ષેત્રમાં દેશ-વિદેશમાં ખ્યાતિ પ્રાપ્ત શિલ્પા લાઈફ સ્ટાઈલના પ્રણેતા પ્રભુદાસભાઈ શાંતિલાલ પારેખે ટોપ ટેકસપેયરમાં સ્થાન મેળવ્યું છે. શિલ્પા લાઈફ સ્ટાઈલ છેલ્લા ઘણા વર્ષોથી ઈન્કમટેકસ ચુકવવામાં મોખરે રહ્યું છે. જેમ તેમની જવેલરીનો ઝગમગાટ પથરાયેલો છે તેમ તેઆે તેની નૈતિક ફરજ નિભાવવામાં પણ અગ્રેસર છે. શિલ્પા લાઈફ સ્ટાઈલના પ્રભુદાસભાઈ પારેખે 60 વર્ષથી ઉપરના ટોપ ટેકસપેયરમાં તેમનું સ્થાન અંકિત કર્યું છે.

ટોપ કોર્પોરેટ ટેકસપેયરમાં બાલાજી વેફર્સનો દબદબો
આવકવેરો ચુકવવામાં ઘણા વર્ષોથી બાલાજી વેફર્સ મોખરે રહ્યું છે. જેમ તેમની વેફર અને નમકીનનો ટેસ્ટ દેશભરમાં પથરાયો છે તેમ તેમની પ્રમાણીક કરદાતા તરીકેની સુવાસ ઈન્કમટેકસ વિભાગમાં ફેલાયેલી છે. અત્રે નાેંધનીય છે કે, વર્ષ 2017માં મંદીનો સમય હતો ત્યારે પણ બાલાજી વેફર્સે 154 ટકાના વધારા સાથે રૂા.55.50 કરોડનો ટેકસ ભર્યો હતો. જયારે આ વર્ષે પણ બાલાજી વેફર્સના ભીખુભાઈ અને ચંદુભાઈ વિરાણીએ વધુ ટેકસ ચુકવી ટોપ કોર્પોરેટ ટેકસપેયરના લીસ્ટમાં સ્થાન જાળવી રાખ્યું છે.

મૌલેશભાઈ ઉકાણીએ ભરેલો 250 કરોડનો ટેકસ ઈન્કમટેકસની તિજોરી માટે ‘આેક્સિજન’ સમાન
ઈન્કમટેકસ કલેકશન માટે નવા કરદાતાના પેરામીટરમાં આ વખતે બાન લેબનું નામ પણ ઉમેરાયું છે. આ વર્ષે બાન લેબના મૌલેશભાઈ ઉકાણીએ આ વર્ષે 250 કરોડનો એડવાન્સ ટેકસ ચુકવ્યો હતો. એક જ વ્યકિતએ આટલો મોટો ટેકસ ચુકવીને રાજકોટ આઈટીના ઈતિહાસમાં પોતાનું નામ અંકિત કર્યું હતું. વિરાટ વ્યકિતત્વ ધરાવતા અને સફળ બિઝનેસમેન મૌલેશભાઈ ઉકાણીએ 1600 કરોડમાં સેસા બ્રાન્ડ વેચી હતી. ત્યારે મૌલેશભાઈએ એક જ વ્યકિતએ 250 કરોડનો એડવાન્સ ટેકસ ભરી મંદીના સમયમાં આવકવેરાની તિજોરી માટે ‘આેકસીજન’ સાબીત થયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ 2014માં 13 કરદાતાઆેએ એક કરોડ એડવાન્સ ટેકસ પેટે ચુકવ્યા હતા જેની સામે 2017-18માં મૌલેશભાઈએ એકલાએ 250 કરોડનો ટેકસ ચુકવીને પ્રમાણીક કરદાતાનું બિરુદ મેળવ્યું છે.

ટોપ ટેનમાં એક જ પરિવારના ત્રણ સભ્યોએ મેળવ્યું સ્થાન
‘ટોપ ટેન’ ટેકસપેયરના લીસ્ટમાં એક જ પરિવારના ત્રણ સભ્યોએ પોતાનું કર્તવ્ય નિભાવ્યું છે. જેમાં સંજયકુમાર અરૂણભાઈ પટેલ, ઉષાબેન સંજયભાઈ પટેલ અને અરૂણકુમાર ગાગજીભાઈ પટેલ. આ પટેલ પરિવારે અલગ અલગ કેટેગરીમાં ઈન્કમટેકસ ભર્યો છે. એવરેસ્ટ નમકીન બ્રાન્ડનો પાયો નાખનાર આ પટેલ પરિવારે તાજેતરમાં એવરેસ્ટ બ્રાન્ડને સેલ કરતા હવે એવિટા નામથી આેળખાય છે. મુળ ભાયાવદરના વતની ડો. અરૂણ પટેલ સમાજના સન્માનીય વ્યકિત છે. આ પરિવારમાંથી ટોપ-20 મેલ નંબર-વનનું સ્થાન સંજયભાઈ અરૂણભાઈ પટેલે મેળવ્યું છે. જયારે ટોપ-20 ફીમેલમાં ઉષાબેન સંજયભાઈ પટેલ અને 80 વર્ષથી ઉપરના કરદાતાઆેમાં ટોપ સ્થાને અરૂણભાઈ ગાગજીભાઈ પટેલ રહ્યા છે.

કોર્પોરેટ ટેકસ ચૂકવવામાં એગ્રાેસેલ ઈન્ડસ્ટ્રી અને આેરબીટ બેરિ»ગ પણ અવ્વલ
આવતીકાલે ટોપ ટેકસપેયરમાં એગ્રાેસેલ ઈન્ડસ્ટ્રી અને આેરબીટ બેરીગ પ્રા.લી.નું કોર્પોરેટ ટેકસપેયરમાં સન્માન થવાનું છે. મેટોડા સ્થિત આેરબીટ બેરીગના વિનેશભાઈ પટેલે પ્રમાણીક કરદાતાઆેની સાથે ટોપ ટેનમાં પણ પોતાનું સ્થાન મેળવ્યું છે.

નોન કોર્પોરેટ ટેકસમાં ભવાની ઈન્ડસ્ટ્રીઝનું સ્થાન યથાવત
નોન કોર્પોરેટ ટેકસમાં આજી જીઆઈડીસીમાં આવેલ ભવાની ઈન્ડસ્ટ્રીઝે આ વર્ષે પણ પોતાનું સ્થાન યથાવત રાખ્યું છે. ખાસ કરીને નેનોના આેટો પાર્ટસ બનાવતી આ કંપનીના સુકાની સુરેશભાઈ અને હિમાંશુભાઈ નંદવાણા વર્ષોથી નોન કોર્પોરેટ કંપનીમાં વધુને વધુ ટેકસ ચુકવવામાં ટોપ સ્થાને રહ્યા છે.

આ વર્ષે ટોપ ટેનમાં ગૃહિણીઆેની પણ આગેકૂચ
ટોપ ટેનના લીસ્ટમાં આ વખતે મહિલા કરદાતાઆેના નામનો પણ સમાવેશ થયો છે. જેમાં ટોપ 20 મહિલાઆેમાં ઉષાબેન પટેલ અને ઈલાબેન મહેતાએ વધુ ટેકસ ચુકવીને દેશ પ્રત્યેની ફરજ અદા કરી છે.

અલગ અલગ કેટેગરી મુજબ સર્વ શ્રેષ્ઠ કરદાતાઆેની પસંદગી
આવતીકાલે ટોપ ટેન કરદાતાઆેનું સન્માન થવાનું છે તેમાં કેટેગરી મુજબ ઈન્કમટેકસે પસંદગી કરી છે. જેમ કે, ટોપ-20 મેલ, ટોપ-20 ફીમેલ, 60 વર્ષથી ઉપરના ટેકસપેયર, 80 વર્ષથી ઉપરના ટેકસપેયર, કોર્પોરેટ ટેકસપેયર અને નોન કોર્પોરેટ ટેકસપેયર કેટેગરીમાંથી કરદાતાઆેની પસંદગી કરવામાં આવી છે.

Comments

comments

VOTING POLL