આ ટીવી અભિનેત્રીને કેબ ડ્રાઈવરે આપી ધમકી….

July 12, 2019 at 10:17 am


બંગાળી ટીવી અભિનેત્રી સ્વાસ્તિકા દત્તાને થયો અનુભવ કે જે તેને ક્યારેય વિચાર્યું ન હતું. એટલે કે જયારે સ્વાસ્તિકા શૂટિંગમાં જઈ રહી હતી ત્યારે ડ્રાઈવરે તેને અધવચ્ચેથી રસ્તા પર ઉતારીને ધમકી આપી હતી. આ બનાવ વિશે સ્વાસ્તિકાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી હતી. ફેસબુક પર સ્વાસ્તિકાએ ડ્રાઇવરનો ફોટો,નંબર અને કેબના નંબર શેર કરતાં લખ્યું હતું કે, – આ માણસનું નામ જમશેદ છે. તે મારા ઘરેથી મને લઇ ગયા બાદ તેણે અચાનક ગાડી રોકી મને કારની નીચે ઉતારી હતી.
જ્યારે સ્વાસ્તિકાએ ગાડીમાંથી ઉતરવાની ના પાડી ત્યારે ડ્રાઈવરે કારને તેના સ્થાને ખસેડી અને ગાળો બોલવાનું શરૂ કર્યું. ડ્રાઇવરે કારને રોક્યા બાદ તે કારમાંથી ઉતર્યો અને દરવાજો ખોલ્યો અને મને ગાડીમાંથી બહાર ખેંચી કાઢી હતી. ત્યારે સ્વાસ્તિકાને ખૂબ જ ગુસ્સો આવ્યો અને મદદ માટે બૂમો પાડવા લાગી હતી.
ડ્રાઈવરે સ્વાસ્તિકાને બંગાળીમાં કહ્યું કે –તારે જે કરવું હોય એ કર હું પણ જોવ છુ તું શું કરી શકે છે. ત્યારબાદ સ્વાસ્તિકાએ જણાવ્યું કે શૂટિંગ માટે મોડું થઈ ગયું હતું. તેથી તે સ્થળેથી નીકળી ગયા બાદમાં તેણે તેના પિતા સાથે વાત કરી અને કાયદાકીય પગલાં લઇ આવા આવારા તત્વોને પાઠ ભણાવવાનું કહ્યું

Comments

comments

VOTING POLL