આ બોલિવૂડ અભિનેત્રીએ પ્રિયંકા ચોપરાને પછાડીને ટોપ 10માં થઈ શામેલ

February 9, 2018 at 8:08 pm


Spread the love

બોલિવૂડ પછી હોલિવૂડમાં લોકપ્રિયતા મેળવનારી પ્રિયંકા ચોપરાને ‘પદ્માવત’ સ્ટાર દીપિકા પાદુકોણએ લોકપ્રિયતાની બાબતમાં પાછળ મુકી દીધી છે. સોશિયલ મીડિયા પર ફોલોવર્સ અને પોપ્યુલારિટી પર કરવામાં આવેલાં સર્વેમાં બોલિવૂડ અભિનેત્રીએ દીપિકા અને પ્રિયંકાનું નામ શામેલ છે. પરંતુ આ લિસ્ટમાં દીપિકા ત્રીજા ક્રમે છે અને પ્રિયંકા 8માં નંબર પર છે.

છેલ્લા કેટલાંક વર્ષોથી હોલિવૂડનું પોપ્યુલર નામ બનાવનારી દેશી ગર્લ પ્રિયંકા ચોપરાના ફેન્સ માટે ચોંકાવનારી માહિતી છે. પદ્માવત વિવાદનાં કારણે દેશમાં જ નહીં પણ વિદેશમાં પણ દીપિકા પાદુકોણની લોકપ્રિયતા વધી છે. તે સિવાય તે વિન ડીઝલની સાથે એક ફિલ્મ પણ કરી છે. આ કારણે તે લોકપ્રિયતાની બાબતમાં દેશી ગર્લને પછાડીને આગળ નીકળી ગઈ છે.

અગ્રેજી વેબસાઈટ ધ હોલિવૂડ રિપોર્ટનાં અનુસાર, ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, ટ્વિટર, યૂ-ટ્યૂબ અને ગૂગલ પ્લ, પર લોકપ્રિયતા જોતા મોસ્ટ પોપ્યુલર એક્ટર્સ ચાર્ટમાં ટોપ 10 માં રેકિંગ આપવામાં આવ્યું છે. જેમાં દિપીકા પાદુકોણ ત્રીજા સ્થાને છે, જ્યારે પ્રિયંકા ચોપરા 8માં સ્થાને છે. પહેલાં નંબર પર ડેવેન જોનસન છે. આ અભિનેતાની હાલમાં આવેલી ફિલ્મોએ સમગ્ર વિશ્વમાં તેની ફેન ફોલોઈંગ વધારી દીધી છે.