આ મંદિર અપરણિત લોકો માટે છે વરદાનરૂપ

February 15, 2018 at 2:58 pm


ત્રણ લોકથી ન્યારી મથુરાનગરીમાં એક એવું પણ મંદિર છે, જ્યાં જલેબીની જોડીથી પણ પૂજા થઇ જાય છે. શ્રી મહાલક્ષ્મી જુડીવાળી દેવીના નામથી મશહૂર આ દેવી મંદિર યમુના કિનારે ગઉઘાટ પર લાલ દરવાજા વિસ્તારમાં આવેલ છે જ્યાં પહોંચવા માટે શહેરના ભીડભાડવાળા ચોક બજારથી થઇને જવાનું હોય છે.

આ મંદિર અપરણિત લોકો માટે વરદાનરૂપ માનવામાં આવે છે. મંદિરના મહંતે જણાવ્યું કે એવી માન્યતા છે કે જે યુવક અથવા યુવતીનાં લગ્ન નથી થતાં તેઓ અહીં આવીને પૂજા કરીએ છીએ અને તેઓનાં લગ્ન થઇ જાય છે. આ મંદિરનો ઇતિહાસ પણ અનોખો છે. મહંતે જણાવ્યું કે હજારો વર્ષો પહેલાં રઘુનાથ દાસને ત્રણ દિવસ સપનાં આવ્યાં હતાં. પહેલાં સપનામાં દેવીએ તેમને કહ્યુ હતુ કે તેઓ યમુના કિનારે અમુક સ્થાન પર મૂર્તિ સ્વરૂપમાં બિરાજમાન છે તથા તેમને બહાર કાઢીને પૂજા કરો./p>

દેવીએ એ પણ કહ્યું હતું કે તે જનકલ્યાણ માટે બહાર આવવા માંગે છે. તેમણે જણાવ્યું કે સપનાં અનુસાર જ્યારે રઘુનાથ દાસ શર્માએ ખોદકામ શરૂ કર્યુ ત્યારે તે રાત્રે દેવીએ તેમનાં સપનાંમાં કહ્યુ કે પાવડાથી ખોદકામ કરવાની જગ્યાએ ખુરપીથી ખોદકામો કરાવો, કારણ કે જો ખોદકામ દરમિયાન મૂર્તિ ખંડિત થઇ ગઇ છે તો તેમને ખૂબ જ વધારે દંડ ભરવો પડશે તથા જે જનકલ્યાણ માટે તે બહાર આવવા ઇચ્છે છે તે કાર્ય પૂરું થઇ શકશે નહીં.ત્યારબાદ મૂર્તિને ખૂબ જ સાવધાનીથી ખુરપીથી એક એક ઇંચ ખોદીને કાઢવામાં આવી હતી. હાલ આ મૂર્તિને સ્થાપિત કરવાની અને મંદિર બનાવવાની વાત ચાલી રહી હતી તથા કેટલાય વિકલ્પ શોધવામાં આવી રહ્યા હતા ત્યારે એકવાર ફરીથી રઘુનાથ દાસ શર્માને સપનું આવ્યું કે તે અહીંથી ક્યાંય જશે નહીં અને જ્યાંથી તેમને કાઢવામાં આવ્યા છે ઠીક તે જ સ્થળે તેમને પ્રસ્થાપિત કરીને મંદિર બનાવવામાં આવવું જોઇએ.આ મંદિરની પ્રતિમા દેવતાઓ અને અસુરો દ્વારા કરવામાં આવેલ સાગર મંથનમાંથી નીકળેલ લક્ષ્મી સ્વરૂપના સાક્ષાત દર્શન છે. મોહિની સ્વરૂપ આ પ્રતિમામાં દેવીજી એક કળશને બંને હાથથી પકડીને રાખે છે તથા બંને હાથ માથાની ઉપર છે અને કળશમાં અમૃત ભરેલું છે જેને મેળવવા માટે લોકો તરસતા હોય છે. દેવીના આશીર્વાદ સ્વરૂપ અમૃત તેને જ પ્રાપ્ત થાય છે જે શ્રદ્ધા અને પૂરી નિષ્ઠા તથા ભક્તિ ભાવથી દેવીની પૂજા કરે છે.આ પ્રાચીન મંદિરનો જીર્ણોદ્ધાર બે વર્ષ પહેલાં કરાવવામાં આવી ચૂક્યો છે. મહંત અનુસાર આ મંદિરમાં ગુરુવાર અને રવિવારે વિશેષ પૂજા કરવામાં આવે છે તથા શુક્રવારે વૈભવ લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. આ ત્રણ દિવસમાં અહીં અમૃતની વિશેષ વર્ષા થાય છે પરંતુ તે તે જ ભક્તને જ મળી શકે છે જે ભક્તિમાં લિન હોય છે.•

Comments

comments