આ મહિલાને મહિને ૧.૮ લીટર લોહી પીવા જોઇએ છે

February 17, 2018 at 12:55 pm


અમેરિકાના પેન્સિલ્વેનિયામાં રહેતી પ૦ વર્ષની જુલિયા કેપલ્સ નામની મહિલા રિયલલાઇફ વેમ્પાયર છે. માણસોનું લોહી પીવું એ તેનો શોખ છે, લોહી પીધા વિના તેને ચાલતું જ નથી. દર મહિને અલગ-અલગ લોકોના શરીરમાંથી કુલ ૧.૮ લીટર લોહી તે પીએ છે. નવાઇની વાત એ છે કે જુલિયા બે બાળકોની મા છે. છેક ૧૯૯૦ની સાલમાં પહેલી વાર તે લોહી પીનારા વેમપાયર્સની કમ્યુનિટીના સંપર્કમાં આવેલી અને તેને આ પ્રવૃત્તિમાંથી અવર્ણનીય આનંદ મળવા લાગ્યો હોવાથી તે નિયમિતપણે લોકોના શરીરમાંથી તાજું લોહી ચૂસે છે અને બીજા લોકોને ચૂસવા પણ દે છે. જુલિયાનું મિશન જ છે પોતાના જેવા લોહી પીનારાઓને શોધવાનું તેનો દાવો છે કે જયારે તે લોહી પીતી હોય છે ત્યારે તેના શરીરમાં અજબ જાતીય એનર્જીનો સંચાર થાય છે. જે જાતીય સંતોષ કરતાંય અનેકગણી વધુ પાવરફુલ ફીલિંગ હોય છે. આ બહેને પોતાનાં દીકરા-દીકરીઓને પણ આ લોહી પીવાના શોખમાં જોડયા છે કે કેમ એ ખબર નથી પડી.

Comments

comments

VOTING POLL