આ રીતે કરશો સ્ટોર તો ધાણા રહેશે લાંબો સમય સુધી તાજાં

July 13, 2018 at 6:14 pm


કોથમરી ખાવાથી અનેક લાભ થાય છે પરંતુ તેને સાચવવામાં મુશ્કેલી પડતી હોય છે. કારણ કે તે ઝડપથી ખરાબ થઈ જતાં હોય છે. ધાણાની સાચવણમાં જરા પણ ખામી રહી જાય તો તે કાળા પડી જાય છે અને પછી તેનો ઉપયોગ કરી શકાતો નથી. પરંતુ હવે તમારી સાથે આવું નહીં થાય કારણ કે આજે તમે જાણી જશો કે લીલા ધાણાને લાંબો સમય કેવી રીતે સાચવવા.

બજારમાંથી કોથમીર લાવો એટલે તેને એક છાપામાં ખુલ્લા કરી દો. તેમાંથી કાળા પડેલા પાન દૂર કરો અને તેને સારી રીતે કોરાં થઈ જવા દો. હવે આ પાનને સ્ટીલની ચાકુથી સમારી અને પ્લાસ્ટીકના એરટાઈટ ડબ્બામાં ભરી દો. આ ડબ્બામાંપણ નીચે એક કાગળ રાખવો. કોથમીરને જ્યારે પણ કાઢો તો હાથ ભીના ન હોય તેનું ખાસ ધ્યાન રાખવુ. આ રીતે ધાણા લાંબો સમય સુધી તાજા અને લીલા રહેશે,

Comments

comments

VOTING POLL