આ રીતે બનાવો હોમમેડ ફેશિયલ પેક

May 2, 2018 at 7:19 pm


વધતા પ્રદુષણના કારણે હવે ફેશિયલ કરવવું ખૂબ જરૂરી થઇ ગયું છે. જેનાથી ચહેરાની ગંદકી સાફ થઇ જાય છે. સાથે ચહેરા પરની ખરાબ ત્વચાની રાહત પણ મળે છે. તેને કરાવ્યા પછી ચહેરાની સુંદરતા વધારે લાગે છે. કેટલીક યુવતીઓ તેના માટે પૈસા ખર્ચ કરવા માંગતી નથી અને ફેશિયલ ઘરે જ કરે છે. જેના માટે ફેસ માસ્કની જરૂરિયાત હોય છે. જેને તમે તમારી ત્વચાના હિસાબથી ઘરે પણ બનાવી શકો છો. આવો જોઇએ ઘરે કેવી રીતે બનાવાય ફેસ માસ્ક..

ખીલ વાળી ત્વચા
ખીલ વાળી ત્વચા માટે ગ્રીન ટીથી બનાવવામાં આવેલો માસ્ક ખૂબ સારો ઉપાય છે. તેમા રહેલા તત્વ ખીલના નિશાનને દૂર કરવામાં મદદ કરે છે. આ માસ્કને તૈયાર કરવા માટે અડધા કપ પાણીમાં એક ગ્રીન ટી બેગ ઉકાળી લો. તેને ઠંડુ કરીને ગાળી લો અને તેમા એક ચમચી મધ અને લીંબુનો રસ મિક્સ કરી લો. હવે તેને ચહેરા પર લગાવીને બે મિનિટ સુધી મસાજ કરો અને સૂકાઇ પછી ચહેરો ધોઇ લો.

ડ્રાય સ્કિન
ડ્રાય સ્કિન માટે કેળા, મધ કે દહીંથી બનાવવામાં આવેલા માસ્ક ટ્રાય કરો. તેને બનાવવા માટે અડધા કેળાને ક્રશ કરીને એક મોટી ચમચી દહીં કે મધની સાથે લગાવીને ફેસ માસ્ક બનાવો અને તેને ચહેરા પર લગાવો. જેથી ચહેરાની ચમક બમણી થઇ જશે.

ઓઇલી સ્કિન
જો તમારી ત્વચા ઓઇલી છે તો તમે મુલતાની માટી અને મધથી બનાવવામાં આવેલો માસ્ક બેસ્ટ છે. તેને બનાવવા માટે એક મોટી ચમચી મુલતાની માટીમાં બે ચમચી મધ બરાબર મિક્સ કરી લો અને તેને ચહેરા પર લગાવવાથી ઓઇલી સ્કિનથી પણ છૂટકારો મળી શકે છે.

કોમ્બિનેશન ત્વચા
જે યુવતીઓ ટી-જોન ઓઇલી અને બાકીનો ચહેરો ડ્રાય હોય છે તેને કોમ્બિનેશન ત્વચા કહે છે. આવી ત્વચા માટે દહીંનો માસ્ક ખૂબ ફાયદાકારક રહે છે. એક મોટી ચમચી દહીમાં એક ચમચી મધ ઉમેરી તમારા ચહેરા પર લગાવી લો. આ માસ્કને નોર્મલ રીતે પણ ઉપયોગમાં લઇ શકાય છે.

ડલ ત્વચા
જો તમારી ત્વચા ખરાબ અને શ્યામ લાગે છે તો તમે પાકેલા પપૈયાનો માસ્ક ટ્રાય કરો. તેને બનાવવા માટે બે મોટી ચમચી પપૈયાના પલ્પમાં એક ચમચ દહીં મિક્સ કરી લો. જેને લગાવવાથી ચહેરા પર ગ્લો આવશે.

Comments

comments