આ વર્ષમાં લગ્નનાં માત્ર 43 મુહૂર્ત

November 7, 2019 at 4:27 pm


દિવાળી બાદ લગ્ન પ્રસંગની મોસમ પુરબહાર ખીલે છે. જેમાં વિક્રમ સવંત 2076માં લગ્નનાં મુહૂર્તની શરૂઆત તા.20-11થી થઈ રહી છે. જે તા.30-6-2020 સુધી ચાલશે.
હિન્દુ ધર્મના લગ્ન એટલે કે, વિવાહ સંસ્કારને મુખ્ય સ્થાન અપાવામાં આવેલ છે. આપણા ધર્મમાં 16 સંસ્કાર મુખ્ય ગણવામાં આવે છે જેમાં16મો સંસ્કાર એટલે વિવાહ સંસ્કાર લગ્નના મુહૂર્તો વિશે જોઈએ તો તિથિ નક્ષત્રને પ્રાધાન્ય આપવામાં આવે છે.
લગ્નના મુહૂર્તોમાં ખાસ કરીને હસ્તમેળાપના સમયનું મહત્વ વધારે છે જેમાં અભિજીત મુહૂર્ત ગોધુલીક મુહૂર્તનું મહત્વ વધારે છે અભિજિત એટલે કે, બપોરે 12 વાગ્યા પછીનો મધ્યાનનો સમય જે પોતપોતાના શહેર પ્રમાણે ગણવામાં આવે છે.
આ વર્ષે લગ્નના મુહૂર્તોની શરૂઆત તા.20-11-19થી થશે અને તા.30-6-2020 સુધી ચાલશે. આ વર્ષે લગ્નના 42 મુહૂર્તો છે જે ગયા વર્ષના પ્રમાણમાં ઘણા આેછા છે. તેમ શાસ્ત્રી રાજદીપ જોશી જણાવે છે.
20મી નવેમ્બરથી લગ્નની મોસમ પુર બહાર ખીલી ઉઠશે તે પૂર્વે બજારોમાં પણ ખરીદીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. ગોરમહારાજથી લઈને કેટરર્સના ધંધાર્થીઆે પાસે બુકીગ થઈ રહ્યા છે.

કમૂરતાની યાદી
ધનારક કમુહતાર્ તા.16-12-19થી 14-1-20 સુધી
હોળાષ્ટક તા.2-3-20થી 9-3-20 સુધી
મીનારક તા.14-3-20થી 13-4-20 સુધી
શુક્ર અસ્ત તા.30-5-20થી 9-6-20 સુધી
વસંત પંચમી તા.30-1-2020 ગુરૂવારે છે.

આ રહ્યા 2019-20ના લગ્નાેના મુહૂર્ત
નવેમ્બર ઃ તા.20, 21, 23, 28
ડિસેમ્બર ઃ તા.1, 2, 3, 6, 8, 11, 12
જાન્યુઆરી ઃ તા.18, 20, 29, 30, 31
ફેબ્રુઆરી ઃ તા.1, 4, 12, 13, 14, 16, 26, 27
માર્ચ ઃ તા.11, 16, 26 અખાત્રીજ
એપ્રિલ ઃ તા.27
મે ઃ તા.2, 5, 6, 8, 14, 18, 18, 19
જૂન ઃ તા.11, 14, 15, 25, 29, 30
આમ લગ્નના 43 મુહૂર્તો છે તેમાં કમુહતાર્ પહેલા 11 લગ્નના મુહૂર્તો છે.

Comments

comments