આ સમુન્દ્ર કિનારે સેલ્ફી લેવાની મજા બનશે મોતની સજા

April 15, 2019 at 12:52 pm


ગમે ત્યા ફરવા ગયા હોય પણ સેલ્ફી તો બનતી હૈના બોસ. ત્યારે થાઈલેન્ડમાં સેલ્ફી લેવી ભારી પડી શકે છે,થાયલેન્ડ જતા પ્રવાસીઓ માટેનું સૌથી પેહલું કામ મૈ ખાઓ બીચ પર લેન્ડ થતાં અથવા હવામાં ઉડી રહેલા વિમાન સાથે સેલ્ફી લેવાનું છે. પરંતુ આવી રીતે સેલ્ફી લેવી તે લોકો માટે ઘાતક સાબિત થયું છે. નોધનીય છે કે હાલમાં મૈ ખાઓ બીચ પર હાલ સેલ્ફી લેવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યું છે. વિમાન સાથે સેલ્ફી લેવાના લીધે પાયલોટનું ધ્યાન ભટકાય શકે છે જેના લીધે અધિકારીઓ દ્વારા આવો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉપરાંત જે વ્યક્તિ સેલ્ફી લેતા પકડાય તેને મોતની સજાનો નિર્ણય અધિકારીઓ દ્વારા લેવામાં આવ્યો છે.

 

એરપોર્ટ ઓથોરિટી રનવે પાસે નવું સેફ્ટી જોન તૈયાર કરી રહ્યું છે, જેથી પ્રવાસીઓની તે વિસ્તાર સુધી પહોંચ ન હોય, જ્યાંથી તે સેલ્ફી લઈ શકે. બેંકોક પોસ્ટના એક સમાચાર અનુસાર, એરપોર્ટ ઓથોરિટી રનવે પાસે નવું સેફ્ટી જોન તૈયાર કરી રહ્યું છે, જેથી પ્રવાસીઓની તે વિસ્તાર સુધી પહોંચ ન હોય, જ્યાંથી તે સેલ્ફી લઈ શકે. જે લોકો આ નિયમનું ઉલ્લંઘન કરશે તેમને એર નેવિગેશન એક્ટ હેઠળ દેશની સૌથી મોટી સજા મળશે. વિચિટે કહ્યું કે, દેશમાં સૌથી મોટી સજા મોતની છે.

 

એરપોર્ટ ચિફના જણાવ્યા પ્રમાણે, એરપોર્ટ ટૂરિઝમ રેવન્યૂ વધારવા માંગે છે પુરંતુ અમારે એ પણ જોવુ પડશે કે, એવિએશ રેગ્યુલેશન સાથે કોઈ પ્રોબલમ ન થાય. જે લોકો આ નિયમનું ઉલ્લંઘન કરશે તેમને એર નેવિગેશન એક્ટ હેઠળ દેશની સૌથી મોટી સજા મળશે.

Comments

comments