આ હિરોઈને કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ, જુઓ pic

July 2, 2018 at 7:39 pm


બૉલીવુડ અને હવે હૉલીવુડની હૉટ એક્ટ્રેસ ગણાતી પ્રિયંકા ચોપડા આજકાલ ખુબ ચર્ચામાં છે. સોશ્યલ મીડિયમાં તેના કેટલાક ફોટોઝને લઇને ફેન્સની વચ્ચે ચર્ચામાં આવી છે. આ વખતે તેને મેક્સિમ માટે બૉલ્ડ ફોટોશૂટ કરાવ્યું છે અને તેના કેટલાક ફોટો વાયરલ થયા છે. જે ચર્ચાનો વિષય બન્યા છે.દેશી ગર્લ ગણાતી પ્રિયંકાએ મેક્સિમ મેગેઝીન માટે હૉટ ફોટોશૂટ કરાવ્યું છે, જે સોશ્યલ મીડિયા પર છવાયું છે. જોકે, પ્રિયંકા આ પહેલા પણ મેક્સિમ માટે ફોટોશૂટ કરાવી ચૂકી છે.મેક્સિમ 2018ના આ ફોટોશૂટ માટે પ્રિયંકાએ કેટલાય આઉટફીટમાં પૉઝ આપ્યા છે. અને દરેક લૂક અને ડ્રેસમાં તે એટલી જ સ્ટનિંગ અને સેક્સી લાગી રહી છે.પ્રિયંકાના આ લૂક અને સ્ટાઇલની પાછળ સ્ટાઇલિસ્ટ મીમીનો હાથે છે. પ્રિયંકાએ એક ફોટોમાં વ્હાઇટ બૉડી પહેરી છે અને તેની સાથે થૉમ બ્રાઉનનું પેન્ટસૂટ ખરેખર ખુબ અદભૂત લાગી રહ્યું છે. જો તમે આખી મેગેઝીન પર નજર નાંખશો તો પ્રિયંકાની સ્ટાઇલ અને તેની હેરસ્ટાઇલના દિવાના થઇ જશો.પ્રિયંકાની સફેદ કલરની ક્રૉપ અને તેના પર હાઇ વેસ્ટ જીન્સ એકદમ કમાલનું લાગી રહ્યું છે. તમે પણ પ્રિયંકાના આ લૂકને ઝટપટ પીક કરી શકો છો.લીવુડની વાત કરીએ તો પ્રિયંકા આજકાલ સલમાનની ફિલ્મ ભારત સાઇન કરી ચૂકી છે અને જલ્દી ફિલ્મનું શૂટિંગ શરૂ કરવાની છે.વળી, જો પ્રિયંકાની પર્સનલ લાઇફની વાત કરીએ તો તાજેતરમાંજ ભારત આવેલા અમેરિકન સિંગર નિક જોનસની સાથે તેનું નામ જોડાઇ રહ્યું છે. સોશ્યલ મીડિયામાં બન્નેની અફેરની ચર્ચા ચાલી રહી છે.

Comments

comments

VOTING POLL