ઇંગ્લેન્ડના કોચે ટીમને ચેતવી, ‘ઘાયલ’ કોહલી વધુ ઘાતક બનશે

August 17, 2018 at 8:07 pm


આવતીકાલથી ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે ટ્રેન્ટબ્રિજમાં શ્રેણીનો ત્રીજો ટેસ્ટ મેચ શરૂ થશે. આ પહેલાં બે ટેસ્ટ ગુમાવી ચૂકેલી ટીમ ઈન્ડિયા તે હારને ભૂલાવી આવતીકાલે નવા જ આત્મવિશ્વાસ સાથે મેદાને ઉતરશે ત્યારે બીજી બાજુ ઇંગ્લેન્ડના કોચ બેલિસે ટીમને ચેતવણી આપતાં કહ્યું છે કે ‘ઘાયલ’ કોહલી વધુ ખતરનાક સાબિત થઈ શકે છે તેથી તેની વિકેટ ઉપર વધુ ધ્યાન કેન્દ્રીત કરો. દરમિયાન આવતીકાલે ટીમ ઈન્ડિયાની પ્લેIગ ઈલેવનમાં પણ ફેરફાર જોવા મળી શકે છે જેમાં વિકેટકિપર દિનેશ કાતિર્કના સ્થાને યુવા ખેલાડી ઋષભ પંતને ડેબ્યુ કરાવી તક આપવામાં આવી શકે છે તો ઈજાગ્રસ્ત થયેલા જસપ્રિત બુમરાહ હવે ફિટ થઈ ગયો હોય કાલના મેચમાં તેને પણ ટીમમાં સમાવવામાં આવી શકે છે. ઇંગ્લેન્ડ કોચ ટ્રેવર વેલિસનું માનવું છે છે કે, પીઠની ઈજામાંથી રિકવર થઈ રહેલો ભારતીય કેપ્ટન વિરાટ કોહલી બંને દેશો વચ્ચે રમાનારી ત્રીજી ટેસ્ટમાં વધારે ખતરનાક સાબિત થશે. કોહલી બીજી ટેસ્ટના ચોથા દિવસે ફિલ્ડીગ ભરવા માટે મેદાન પર ઉતર્યો નહોતો. ફિટ ન હોવા છતા તેણે બીજી ઈનિંગમાં બેટિંગ કરી હતી. વેલિસે કહ્યું કે, તે કોહલીની ફિટનેસ અંગે ચિંતિત નથી.

તેમણે કહ્યું કે, આનો મતલબ એ હોઈ શકે છે કે, તે વધુ ખતરનાક ખેલાડી બનશે. પહેલા પણ એવા ઘણા ખેલાડીઆે રહી ચૂક્યા છે, જેઆે ઈજા સાથે રમ્યા હોય. તેઆે રન બનાવતા રહ્યાં છે અને વિકેટો પણ લેતા રહ્યાં છે. મને ખબર નથી કે, શું આવી સ્થિતિમાં તે વધારે ધ્યાન લગાવીને રમશે પણ મેં તેને સ્લીપમાં કોઈ તકલીફ વિના કેચ પકડતા જોયો છે. હું આશ્વસ્ત છું કે, તે રમશે. આનાથી તેની રમત પ્રત્યેના અમારા અભિગમમાં કોઈ ફેરફાર નહી આવે. Iિગ્લશ કોચે આશા વ્યક્ત કરી કે, ટ્રેન્ટબ્રિજમાં પરિસ્થિતિ લોડ્ર્ઝ જેવી જ હશે. તેમણે કહ્યું કે, હું હજુ ત્યાં ગયો નથી પણ ત્યાં િસ્વંગ મળે છે. અમે ઈચ્છીશું કે, ત્યાંની પરિસ્થિતિ લોડ્ર્ઝ જેવી જ હોય. તે સારું રહેશે. બીજી તરફ ટીમ ઈન્ડિયા માટે સારા ન્યૂઝ એ છે કે, જસપ્રીત બુમરાહ, રવિચંદ્રન અિશ્વન અને હાદિર્ક પંડéાને પણ મેચ માટે ફિટ જાહેર કરી દેવાયા છે.હવે ટીમ ઈન્ડિયા ઈચ્છશે કે, 0-2થી પાછળ રહ્યા બાદ ત્રીજી ટેસ્ટમાં બેલેન્સ સાથે મેદાન પર ઉતરે. આશા છે કે, આ વખતે ટીમ એક સ્પિનર સાથે ઉતરશે કારણ કે, લોડ્ર્ઝ ટેસ્ટમાં બે સ્પિનર રમાડવાની રણનીતિને કોચ રવિ શાસ્ત્રી પણ ભૂલ માની ચૂક્યો છે.

Comments

comments

VOTING POLL