ઇન્કમટેકસનો એકશન પ્લાન: જૂન સુધીમાં કામગીરી પૂર્ણ કરો, સ્ટાફનું વેકેશન બગડયું

April 15, 2019 at 4:40 pm


એપ્રિલથી જુન મહિનો આવકવેરાના અધિકારીઓ માટે ‘ભાર સમાન’ બની રહેશે. સીબીડીટી દ્રારા ૩ મહિના માટેનો એકશન પ્લાન આવકવેરાના સ્ટાફ માટે જાહેર કરાયો છે. જેમાં આ વખતે સીબીડીટીના તમામ અધિકારીઓને કામગીરી પૂર્ણ કરવા માટે ડેડ લાઇન આપી હોવાથી ઇન્કમટેકસના અધિકારીઓને રાહતનો શ્ર્વાસ લેવા માટે પણ સમય નહીં રહે. આ એકશન પ્લાનમાં મુખ્યત્વે નોટબંધી સમયના કેસ, ૨૦૧૧–૧૨ના રીઓપન કેસ, ડીમાન્ડ, પેનલ્ટી, પ્રોશીકયુશન સહિતના કેસ પૂર્ણ કરવા સીબીડીટી દ્રારા અલ્ટીમેટમ આપી દેવાયું છે.

દર વર્ષે સીબીડીટી દ્રારા સેન્ટ્રલ એકશન પ્લાન અમલમાં મુકાતો હોય છે. જેમાં આ વખતે સમય કરતા થોડો વહેલો અને લાંબ લચક કામગીરી સાથે આ એકશન પ્લાન રજૂ કરાયો છે. તદઉપરાંત આ એકશન પ્લાન માટે ‘ડેડલાઇન’ નકકી કરાઇ છે. સામાન્ય રીતે સીબીડીટી દ્રારા અપાતા એકશન પ્લાન મુજબની કામગીરી ૩૧ ડિસેમ્બર સુધીમાં પૂર્ણ કરવાની હોય છે. જેના બદલે આ વખતે આવકવેરાના સ્ટાફે ૩૦ જુન સુધીમાં તમામ કામગીરી આટોપી દેવાની રહેશે. તાજેતરમાં સીબીડીટી દ્રારા એકશન પ્લાન રજુ થતાની સાથે જ અધિકારીઓ સહિતનો તમામ સ્ટાફ ટેન્શનમાં મુકાયો છે.

નવા એકશન પ્લાનને લીધે અધિકારીઓનું ઉનાળાનું વેકેશન પણ બગડયું છે. પ્રતિ વર્ષ આ સમયગાળામાં અધિકારીઓ રજા મુકી વેકેશન માણવા જતા હોય છે તેમજ આ સમયમાં જ અધિકારીઓની બદલી અને બઢતીના ઓર્ડરો આવે છે. જુન–જુલાઇમાં પ્રિન્સિપાલ કમિશનરથી લઇ કલાર્ક સુધીની બદલી અને બઢતીનો સમયગાળો શરૂ થાય છે ત્યારે આ વખતે આ એકશન પ્લાન મુજબ ૩૦ જુન સુધીથી ટાઇમ ફ્રેમ નકકી કરવામાં આવી છે. જેના કારણે તમામ સ્ટાફ ભારે દોડધામમાં રહેશે એ વાત નિીંત છે

સ્ટાફ ઓછો અને કામગીરીનું ભારણ જબરું…
સીબીડીટીના નવા એકશન પ્લાન મુજબ આવકવેરાના અધિકારીઓના વેકેશનમાં વિધ્ન આવશે તેવા અેંધાણ છે. માર્ચ સુધી બજેટ ટાર્ગેટ ત્યારબાદ ઇલેકશન ડયુટી અને હવે એકશન પ્લાન પૂરો કરવાનું ટેન્શન આવકવેરાના અધિકારીઓને આવ્યું છે. ચૂંટણી પૂરી થતાની સાથે જ તમામ સ્ટાફને એકશન પ્લાન ૩૦ જુન સુધીમાં પુરો કરવા માટે વ્યસ્ત થઇ જવું પડશે. જેના કારણે ઇન્કમટેકસ વિભાગમાં કચવાટ પણ ફેલાયો છે. એક તરફ સ્ટાફ ઓછો હોય અને કામગીરીનું ભારણ જબરૂ…! આ અંગે વધુમાં ગુજરાત ગેઝેટેડ ઓફિસર્સ યુનિયનના પ્રેસિડેન્ટ ખાડુભાએ જણાવ્યું હતું કે, નવા પ્લાન મુજબ ૩૦ જુન સુધીની સમય મર્યાદા આપી હોવાથી રાજકોટ આઇટી કચેરીમાં તમામ સ્ટાફ પર કામગીરીનું ભારણ રહેશે

નોટબંધી, રીઓપન, પ્રોસીકયુસન અને પેનલ્ટીના કેસ પુરા કરવા ૩૦ જુન સુધીની ‘ટાઇમ ફ્રેમ’
વર્ષ ૨૦૧૯–૨૦ના પ્રથમ કવાર્ટર એકશન પ્લાનમાં કામગીરી માટે સમય નિર્ધારિત કરાયો છે. સ્ટાન્ડર્ડ ઓપરેટિવ પ્રોસીજર મુજબ નોટબંધી વખતના ચાલતા કેસ ૩૦મી જુન ર૦૧૯ સુધીમાં પુરા કરવા અધિકારીઓને સીબીડીટીએ અલ્ટીમેટમ આપી દીધું છે. નોટબંધી વખતમાં સ્ક્રુટીનીના કેસમાં ચાલતી કામગીરી ૩૦ જુન ૨૦૧૯ સુધીમાં તમામ પ્રક્રિયા સાથે પૂર્ણ કરવાની સુચના અપાઇ છે. જે કરદાતાઓને નોટીસ મળી છે તેમનું વેરીફીકેશન, સર્ટીફિકેશન ઓફ ડિમાન્ડ આ તમામ પ્રક્રિયા ૩૧ મે સુધીમાં પુરી કરવાની રહેશે. આ ઉપરાંત નાણાકિય વર્ષ ૨૦૧૧–૧૨માં રીઓપન થયેલા કેસ, પ્રોશીકયુશન, પેનલ્ટી સહિતના તમામ કેસનું નિરાકરણ ૩૦ જુન સુધીમાં લાવવાનું રહેશે

Comments

comments