ઇન્ટરનેટ પર લાલચ આપીને લગ્ન કરાવતી વેબસાઇટો પર લગામ રાખશે મોદી સરકાર

January 19, 2019 at 10:44 am


લગ્ન માટે મબલખ નાણાં અથવા સંપિત્તની લાલચ આપીને લગ્ન કરાવતી વેબસાઈટો આગળ વધી રહી છે પરંતુ હવે એમના પર ફંદો કસવાની તૈયારી સરકાર કરી રહી છે. મહિલા અને વિકાસ મંત્રાલય દ્વારા એક પ્રસ્તાવ તૈયાર કરવામાં આવ્યો છે.
આ પ્રસ્તાવમાં એવો ઉલ્લેખ છે કે, નેટ યુઝર્સના પ્રાેફાઈલ પર રૂપિયાની લેતીદેતી કરનારી અને સંપિત્તની લાલચ આપનારી વેબસાઈટને દહેજ વિરોધી કાયદાના દાયરામાં લાવીને બંધ કરાવી દેવી જોઈએ.
આ પહેલાં આ સંબંધમાં એક વર્ષ પહેલાં જ મંત્રાલય તરફથી રાજ્ય સરકારોને નિર્દેશ પણ આપવામાં આવ્યા હતા પરંતુ તેની કોઈ ખાસ અસર દેખાતી નથી. મંત્રાલયની એવી ઈચ્છા છે કે, લગ્નની જાહેરાતો કરનારી વેબસાઈટ માટે આચારસંહિતા બનવી જોઈએ અને તેમાં સંપિત્ત કે રૂપિયાની લાલચ આપે તો તેને દહેજધારામાં લઈ લેવાની જરૂર છે. જો આવી લગ્ન કરાવતી વેબસાઈટો માપદંડોનું પાલન ન કરે તો તેની વિરૂધ્ધ આકરામાં આકરી કાર્યવાહી કરવી જોઈએ.
મંત્રાલયના વરિષ્ઠ અધિકારીએ એવી માહિતી આપી છે કે, અમે આ પ્રસ્તાવને રાષ્ટ્રીયસ્તર પર મહિલાઆે માટે નીતિના રૂપમાં ચર્ચા કરાવી રહ્યા છીએ અને મંત્રીઆેના જૂથમાં પણ ચર્ચા થઈ ગઈ છે. આવી ઘણી વેબસાઈટો છે જેના પર રાજ્ય સરકારો તરફથી ફંદો કસવો સંભવ નથી તેમાં કેન્દ્રીય એજન્સીઆેના સહયોગની જરૂર છે એટલા માટે જ મંત્રાલયે જલ્દીથી જલ્દી કેન્દ્રીયસ્તર પર નકકર નીતિ બનાવવાનો પક્ષ રાખી ચૂકયો છે. હવે સરકાર આ પ્રસ્તાવ પર શું નિર્ણય કરે છે તેના તરફ સૌની નજર મંડાયેલી રહેશે. અનેક યુવતીઆેની જિંદગી બરબાદ થઈ ગઈ છે અને લગ્ન કરાવતી વેબસાઈટો પર નાણાં અને સંપિત્તની લાલચો આપવામાં આવી રહી છે અને તેમાં કેટલાક ગરીબ પરિવારો પણ સપડાઈ રહ્યા છે. ખાસ કરીને એનઆરઆઈ દ્વારા ભારતથી યુવતીઆે સાથે દગાફટકા થઈ રહ્યા છે અને તેના માટે પણ મંત્રાલય દ્વારા થોડા માસ પહેલાં પ્રસ્તાવ મુકાયો હતો અને તેમાં ઘણા સુધારા પણ થયા છે.

Comments

comments

VOTING POLL