ઇન્ડિગો 12 લાખ એર ટિકિટ રૂા.1,212માં વેચશે

July 11, 2018 at 11:31 am


સ્થાનિક એરલાઈન ઈન્ડિગોએ વિદેશી સ્થળો માટે તેના તમામ ફલાઈટ નેટવર્કની 12 લાખ જેટલી સીટ રૂા.1,212માં વેચવાની આેફર કરી છે. તેના બુકિંગનો પ્રારંભ ચાર દિવસના મેગા એનિવર્સરી સેલથી થશે અને તેનો પ્રવાસનો સમયગાળો 25 જુલાઈથી આગામી 30 માર્ચ હશે. એમ ઈન્ડિગાએ તેની યાદીમાં જણાવ્યું હતું. ઈન્ડિગો 10 જુલાઈથી 13 જુલાઈના ચાર દિવસના સમયગાળા દરમિયાન ના સેલમાં પ્રવાસીઆેને રૂા.1,212ના ભાવે ટિકિટ આેફર કરશે. આ મેગાસેલના ભાગરૂપે વિમાની કંપની 25 જુલાઈથી 30 માર્ચ 2019ના સમયગાળા દરમિયાન 12 લાખ બેઠકોની ટિકિટ વેચશે તેમાં આંતરરાષ્ટ્રીય રૂટનો પણ સમાવેશ થાય છે. બજાર હિસ્સાની રીતે દેશની સૌથી મોટી એરલાઈન ઈન્ડિગો હાલમાં દૈનિક ધોરણે 1,086 ફલાઈટ્સ આેપરેટ કરે છે, આ ફલાઈટ 42 રાષ્ટ્રીય અને આઠ આંતરરાષ્ટ્રીય સ્થળોને જોડે છે.
ઈન્ડિગોના ચીફ સ્ટ્રેટેજી આેફિસર વિલિયમ બોલ્ટરે જણાવ્યું હતું કે, અમને આ સૌથી મોટા એરલાઈન ટિકિટ સેલની જાહેરાત કરતા આનંદની લાગણી થાય છે. ઈન્ડિગો ચોથી આેગસ્ટના રોજ 12 વર્ષ પુરા કરશે અને તે આ પ્રસંગને વધારે યાદગાર બનાવવા 57 શહેરોના નેટવર્કમાં 12 લાખ બેઠક ખાસ ભાડા સાથે આેફર કરી રહી છે. આ સિવાય ગ્રાહકો એસબીઆઈ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરતા હશે તો પાંચ ટકા કે મહત્તમ રૂા.500 કેશબેક મળશે.

Comments

comments

VOTING POLL