ઇન્દિરાનગરમાં યુવાનને ધમકી આપી ૩૮૦૦ ની લૂંટ કરનાર બે શખ્સો પકડાયા

December 2, 2019 at 9:22 am


Spread the love

ગાંધીધામ તાલુકાના ઇન્દિરાનગરમાં બે શખ્સોએ પત્રકાર હોવાના બહાને યુવાનના ભંગારના વાડે જઈને ફોટા પાડી ધાક-ધમકી કરી હપ્તો માંગી રૂપિયા ૩૮૦૦ ની લૂંટ કરી નાસી જનાર બંનેને પોલીસે ઝડપી પાડયા હતા
ગાંધીધામ બી ડિવિઝન પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે ઇન્દિરા નગર બસ સ્ટેન્ડ સામે રહેતા મીઠાલાલ કજોડમલ જાટ ઉમર વર્ષ ૩૭ ભંગારના નો ધંધો કરે છે ત્યાં પોતાને પત્રકાર કહીને આવેલા શખ્સ શેરખાન ઉર્ફે સમી જત રહે અંજાર અને અનિલ બગડા એ મીઠાલાલ જાટને ધમકી આપી દર મહિને ૧૫ હજારનો હપ્તો આપવો નહિતર પોલીસમાં પકડાવી જેલ ભેગો કરીશુ તેમ કહી ખિસ્સામાંથી ૩૮૦૦ ની લૂંટ કરી નાસી ગયા હતા આ બનાવમાં ભોગ બનનારે નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે બન્ને શખ્સો સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી બાદમાં બન્ને શખ્સોને પોલીસે પકડી પાડયા હતા અને તેમને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની કાર્યવાહી બી ડિવિઝન પોલીસે હાથ ધરી છે