ઇન્દીરાનગરમાં જાહેરમાં પત્તા ટીચતા સાત ઝડપાયા

August 6, 2018 at 7:22 pm


પોરબંદરના ઇન્દીરાનગરમાં જાહેરમાં પત્તા ટીચતા સાત ઝડપાયા હતા જેમાં બે દંપતિઆે સહિત ચાર મહીલાઆેનો પણ સમાવેશ થાય છે.ઇન્દીરાનગરમાં બિરલા કોલોનીના ડી ગેઇટ આગળની ગલીમાં રોડ ઉપર જુગાર રમી રહેલા અને હાથીપગા શેરીમાં રહેતા જીતુભાઇ ધીરજલાલ મકવાણા, ઝુરીબાગના જેન્તીલાલ કેશવજી પરમાર, ઇન્દીરાનગર મામાદેવ મંદિર પાસે રહેતા વિનેશ ઉર્ફે રાજુ બાલુ મોઢવાડિયા, બિરલા કોલોનીના કવાર્ટર નં. ડી 13રમાં રહેતા રેખાબેન રામભાઇ વાઢીયા, ઝુરીબાગમાં રહેતા દક્ષાબેન હીતેશ હડીયલ, ઇન્દીરાનગરમાં રહેતા લીલુબેન વિનેશ ઉર્ફે રાજુ મોઢવાડીયા અને હાથીપગા શેરીમાં રહેતા પંવીબેન જીતુ મકવાણાની ધરપકડ કરી 8030ની રોકડ, 9000 ના ચાર મોબાઇલ અને 40 હજારના બે બાઇક સહિત પ7030નો મુદ્દામાલ પકડી પાડયો હતો.

Comments

comments

VOTING POLL