ઇપીએફઆે વ્યાજનો 8.55 ટકાનો દર જાળવી રાખે તેવી સંભાવના

February 12, 2019 at 11:09 am


નિવૃિત્ત ભંડોળ સંસ્થા ઍમ્પલોઇઝ પ્રાેવિડન્ટ ફંડ આૅર્ગેનાઇઝેશન (ઇપીએફઆે) તેના છ કરોડ કરતા પણ વધુ ગા્રહકો માટે વર્ષ 2018-19ના વર્ષ માટે 8.55 ટકાનો વ્યાજદર જાળવી રાખે તેવી શક્યતા હોવાનું ટોચના સૂત્રોએ જણાવ્યું હતું.

ચાલુ નાણાંકીય વર્ષ માટેનો પ્રસ્તાવિત વ્યાજદર ઇપીએફના ટ્રસ્ટીઆેની 21 ફેબ્રુઆરીએ યોજાનારી બેઠકમાં ચર્ચાવિચારણા માટે આવે એવી શક્યતા હોવાનું તેમણે કહ્યું હતું. આવનારી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને વર્ષ 2017-18નો 8.55 ટકાનો વ્યાજદર ચાલુ નાણાંકીય વર્ષમાં પણ જાળવી રાખવામાં આવે એવી શક્યતા હોવાનું જણાવતાં તેમણે કહ્યું હતું કે ચાલુ નાણાંકીય વર્ષ માટે ઇપીએફઆેની આવકનું કોષ્ટક પણ બેઠકમાં રજૂ કરવામાં આવશે.

આવનારી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ચાલુ નાણાંકીય વર્ષ માટે ઇપીએફઆેનો વ્યાજદર 8.55 ટકાથી વધારવામાં આવેલી વહેતી થયેલી અટકળોને પણ જોકે તેમણે સંપૂર્ણપણે નકારી કાઢી નહોતી.

શ્રમ પ્રધાનના વડપણ હેઠળની ઇપીએફઆેની ટોચની સંસ્થા ધ સેન્ટ્રલ બોર્ડ આૅફ ટ્રસ્ટીસ-સીબીટી નાણાંકીય વર્ષ માટે પ્રાેવિડન્ટ ફંડ (પીએફ) પરના વ્યાજદર અંગેનો નિર્ણય લેતી ટોચની સંસ્થા છે. એકવાર સીબીટી દ્વારા મંજૂરી આપવામાં આવ્યા બાદ માત્ર નાણા ખાતાની જ સંમતિની જરુર રહે છે. નાણાં ખાતાની મંજૂરી બાદ વ્યાજ ગ્રાહકોના ખાતામાં જમા કરાવવામાં આવે છે.

Comments

comments

VOTING POLL