ઇમરાનને વડા પ્રધાન બનવા નાના પક્ષોનો ટેકો જોશે: વાટાઘાટો શરૂ

July 28, 2018 at 11:15 am


ક્રિકેટરમાંથી રાજકારણી બનેલા ઇમરાન ખાનના પક્ષ પાકિસ્તાન તહેરીકે ઇન્સાફને રાષ્ટ્ર્રીય ધારાસભાની ૨૭૦ બેઠકમાંથી ૧૧૪ બેઠક મળી છે. તેને બહત્પમતી નહિ મળી હોવાથી સરકાર રચવા માટે નાના રાજકીય પક્ષો કે અપક્ષોનો ટેકો જોઇશે. પાકિસ્તાનના ચૂંટણી પંચે ૨૬૧ બેઠકના જાહેર કરેલા પરિણામ મુજબ બીજા સ્થાને નવાઝ શરીફનો પક્ષ પાકિસ્તાન મુસ્લિમ લીગ – નવાઝ છે. તેને ૬૨ બેઠક મળી છે.
ભૂતપૂર્વ પ્રમુખ આસિફ અલી ઝરદારીની પાકિસ્તાન પીપલ્સ પાર્ટીને રાષ્ટ્ર્રીય ધારાસભામાં ૪૩ બેઠક મળી છે અને તે ત્રીજા સ્થાને છે.
રાષ્ટ્ર્રીય ધારાસભાની ચૂંટણીમાં ૧૨ અપક્ષ ઉમેદવાર જીત્યા છે. પાકિસ્તાનની રાષ્ટ્ર્રીય ધારાસભામાં ૩૪૨ સભ્ય હોય છે અને તેમાંના ૨૭૨ સીધા ચૂંટાઇ આવે છે. જે પક્ષ પાસે કુલ ૧૭૨ બેઠક હોય તે જ સરકાર રચી શકે છે. જમાતે ઇસ્લામી જેવા ધાર્મિક પક્ષોની યુતિ મુતહિદ્દા મજિલિસે અમલને ૧૨ બેઠક અને પંજાબના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન પરવેઝ અલાહીના પાકિસ્તાન મુસ્લિમ લીગને પાંચ બેઠક મળી છે.
કરાચીના મુતાહિદા કૌમી મુવમેન્ટને આ શહેરની ૨૦ બેઠકમાંથી માત્ર છ બેઠક મળી છે. પાકિસ્તાન તહેરીકે ઇન્સાફને મહિલાઓની અનામત બેઠકોમાંથી ૨૯ અને ધાર્મિક લઘુમતીઓ માટેની અનામત બેઠકોમાંથી ચારથી પાંચ બેઠક મળે તો તેની પાસે કુલ ૧૬૦ બેઠક થશે. આદિવાસી વિસ્તારોમાંના કેટલાક અપક્ષ વિજેતા ઉમેદવારો પાકિસ્તાન તહેરીકે ઇન્સાફની સાથે યુતિ માટે ચર્ચા વિચારણા કરી રહ્યા છે. બલૂચિસ્તાનના કેટલાક નાના પક્ષ ઇમરાનને ટેકો આપવા તૈયાર છે

Comments

comments

VOTING POLL