ઇમરાન ખાનની જીત લશ્કરે ફિકસ કરી હોવાનો દાવો

July 27, 2018 at 10:50 am


પાકિસ્તાનની ચૂંટણીમાં પાકિસ્તાન તહેરિકે ઇન્સાફ (પીટીઆઇ) નામની ઇમરાન ખાનના પક્ષે વિજય તો મેળવ્યો છે પણ આ વિજય પર જબરજસ્ત લાંછન લાગ્યું છે ચૂંટણીમાં મોટા પાયે ગેરરીતિ કે રિગિંગ થયું હોવાના આક્ષેપોથી. ઇમરાનને પાકિસ્તાની લશ્કરનો ટેકો હતો એ સર્વવિદિત છે અને પાકિસ્તાનમાં લશ્કરનો જેને ટેકો હોય એ જ ચૂંટણી જીતે એ પણ સર્વવિદિત છે. વિશ્ર્લેષકોના કહેવા મુજબ આવું જ બન્યું છે. ઇમરાન સિવાયના તમામ પક્ષોએ ચૂંટણીમાં મોટા પાયે ગેરરીતિ થઇ હોવાના આક્ષેપો કયર્િ છે. પાકિસ્તાનમાં ચૂંટણી લશ્કરે ફિક્સ કરી હોવાના આક્ષેપો છે. ક્રિકેટરમાંથી રાજકારણી બનેલા ઇમરાન ખાનના પાકિસ્તાન તહેરિકે ઈન્સાફ
(પીટીઆઇ)ની વિજય ભણી આગેકૂચ જોતાં પરિણામોને એકઝાટકે નકારતાં પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (પીએમએલ-એન)ના પ્રમુખ શાહબાઝ શરીફે કહ્યું કે ચૂંટણી અને મતગણતરીમાં મોટે પાયે ગેરરીતિઓ આચરવામાં આવી છે. પાકિસ્તાનના શક્તિશાળી લશ્કર સામે પણ ચૂંટણીમાં ઘાલમેલ કરવાનો અને ગેરરીતિઓ આચરવાનો આક્ષેપ મુકાયો છે. આજે તો પાકિસ્તાનને જ હાનિ થઈ છે અને વેઠવું પડ્યું છે, એમ શાહબાઝે જણાવ્યું હતું.
પીએમએલ (એન)ના સેનેટર મુશાહીદ હુસૈન સૈયદે ચૂંટણીના પરિણામો અંગે શંકાકુશંકા વ્યક્ત કરતા કહ્યું હતું કે પાકિસ્તાનના ઈતિહાસમાં સૌપ્રથમવાર એવું બન્યું છે કે પાંચ રાજકીય પક્ષોએ ચૂંટણીમાં ગેરરીતિ આચરવાના આક્ષેપો કરીને મોટે પાયે છેતરપિંડી આચરી હોવાના આક્ષેપો કયર્િ છે.
અમે ઉગ્ર વિરોધ કરીશું. હું વિવિધ પક્ષો સાથે સલાહ મસલત કયર્િ બાદ આગળ શું કરવું તે નક્કી કરીશ, એમ શાહબાઝે જણાવ્યું હતું. જોકે પ્નામા પેપર્સ કૌભાંડ ખટલામાં નવાઝ શરીફ જેલમાં છે.
અમેરિકામાં પાકિસ્તાન સંબંધિત બાબતોના નિરીક્ષકોએ સામાન્ય ચૂંટણીની યોગ્યતા, મુક્ત અને ન્યાયી ચૂંટણી હતી કે કેમ? તે અંગે શંકાકુશંકા વ્યક્ત કરી છે. પાકિસ્તાનના લશ્કરે ઈમરાન ખાનના પક્ષને ટેકો આપ્યો હોવાને લીધે અમેરિકાની શંકા ઘેરી બની છે. પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (પીએમએલ-એન) તથા પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (પીપીપી)એ ચાંપતી નજર વચ્ચે પ્રચાર ઝુંબેશ આરંભી હતી.
ટ્રમ્પ વહીવટીતંત્રે કહ્યું હતું કે અમે પરિસ્થિતિ પર ઝીણવટભરી નિગરાની રાખીએ છીએ પરંતુ આ ચૂંટણીને મુક્ત અને ન્યાયી લેખાવતાં નથી. આ ઉપરાંત વિદેશ ખાતાએ પણ તેની પર મત્તું મારવાનો નનૈયો ભણી દીધો છે. તેનું પાકિસ્તાન ખાતેનું મિશન ચૂંટણી નિરીક્ષકોને પાકિસ્તાનમાં તહેનાત નથી કરતું તેનું મુખ્ય કારણ સુરક્ષા સંબંધિત ભય અને ચિંતા છે.
પાકિસ્તાનના અમેરિકા ખાતેના માજી રાજદૂત હુસૈન હક્કાનીએ કહ્યું હતું કે ચૂંટણી પરિણામનું પૂર્વચિહ્ન અગાઉથી દેખાતું હતું અને જે વરતારો હતો તે મુજબ જ થયું. પીપીપી અને પીએમએલ-એન બંધનમાં કાર્યરત હતા કીંતુ પીટીઆઈ તો એકદમ આઝાદ થઈને ચોક્કસ સમર્થન ધરાવીને કાર્યરત હતું.

Comments

comments

VOTING POLL