ઇમરાન બોલ્યું પાળશે ?

August 20, 2018 at 10:07 am


પાકિસ્તાનમાં ઇમરાનખાનના નેતૃત્વમાં સરકારની રચના થઈ ગઈ છે અને આ સાથે જ સરકાર સામેના પડકારોની શરુઆત થઈ ગઈ છે.જ્યાં સુધી ભારત સાથેના સંબંધોનો પ્રશ્ન છે તો એટલું જરુર કહેવું પડશે કે ઇમરાનખાનનું વલણ સોãટ લાગી રહ્યું છે. ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને અંજલિ આપતી વખતે ઇમરાનખાને શબ્દો ચોર્યા વગર કહ્યું કે, ભારત-પાકિસ્તાન વચ્ચે શાંતિ જળવાઈ રહે એ જ અટલજીને સાચી શ્રદ્ધાંજલી છે.

પાકિસ્તાનના વડાપ્રધાન ઉપર ત્યાંની સેના પ્રભુત્વ ધરાવે છે એ બધા જાણે છે અને સત્તા પક્ષ સેનાના ઈશારે જ ચાલે છે. આવા સમયે ઇમરાનખાને કરેલું નિવેદન ઘણું સૂચક કહી શકાય.

ઘણા લાંબા સમય પછી પાકિસ્તાનમાં સત્તા પરિવર્તન શક્ય બન્યું છે અને 70 વર્ષ પછી એક નવા રાજકીય પક્ષનો ઉદય થયો છે. આ પક્ષ એક જ વ્યિક્ત આધારિત છે અને qક્રકેટમાં સિિÙને કારણે મળેલી લોકપ્રિયતા અને બાદમાં ચેરિટી વર્કને કારણે ઊભી થયેલા અપેક્ષામાંથી જન્મેલો પક્ષ છે. આઝાદી પછી બે પેઢી બદલાઈ ગઈ છે અને તØન નવી પેઢી નવી અપેક્ષાઆે સાથે જૂનું ભૂલી જવા માગતી હશે અને તેના કારણે નવો પક્ષ ઊભો થયો હશે તે વાત સાવ સાચી નથી.

તેના કારણે જ પાકિસ્તાનમાં સત્તા પરિવર્તન આવ્યું છે, પણ સાથોસાથ અસ્થિરતા પણ આવી છે, કેમ કે આપરિવર્તન જૂની બે પેઢીની જગ્યાએ તØન નવી રીતે વિચારનારી ત્રીજી પેઢીનું પરિવર્તન નથી. આ પરિવર્તન માત્ર બે પરિવારોના આધારે ચાલતી રાજકીય પÙતિમાં નવી નેતાગીરી ઊભી કરવાના સેનાના પ્રયાસોને કારણે આવ્યું છે, પણ તેના કારણે અસ્થિરતા પણ આવી છે.

સ્પષ્ટ બહુમતી કોઈને મળી નથી અને લાંબા ગાળે ઇમરાન ખાન દેશવ્યાપી ત્રીજું પરિબળ મજબૂત બનાવી શકે તેવા લક્ષણો પણ નથી. આ ઊભરો શમી જાય ત્યારે સ્થાપિત હિતો ફરીથી કબજો જમાવે તેવી પણ શક્યતા છે.

હવે પાકિસ્તાનમાં નવી સરકાર કાર્યરત થઈ છે ત્યારે ભારત સાથેના સંબંધો કેવા રહે છે..ખાલી શાંતિ શાંતિ બોલ્યે રાખવાથી સ્થિતિમાં સુધારો નહી આવે..આ માટે પાકિસ્તાને વાસ્તવમાં સરહદો શાંત કરવી પડશે અને વિશ્વાસનું વાતાવરણ ઉભું કરવું પડશે.ઇમરાન ખાને બોલ્યું પાળી બતાવવું પડશે.

Comments

comments