ઇમરાન વડાપ્રધાન પદ માટે મજબૂત દાવેદાર છે : રિપાેર્ટ

July 24, 2018 at 7:29 pm


પાકિસ્તાનની રાજનીતિના જાણકાર લોકોનું કહેવું છે કે, પાકિસ્તાની સેનાએ દેશની સાૈથી મોટી રાજકીય પાટીૅઆે ખાસ કરીને પાકિસ્તાન મુÂસ્લમ લીગ-નવાઝ અને પાકિસ્તાન પિપલ્સ પાટીૅને જીતવા માટે પુરતી તક આપી નથી. આવી સ્થિતિમાં પ્રન એ છે કે, ઇમરાન ખાનને જીત અપાવવાથી કોને ફાયદો થશે. પાકિસ્તાની સેના ઉપર ઇમરાન ખાનને સાથ આપવાનાે આક્ષેપ થઇ રહ્યાાે છે. જેલમાં રહેલા નવાઝ શરીફની પાટીૅએ આક્ષેપ કયોૅ છે કે, તેમની અને તેમની પાટીૅની સામે કાવતરા ઘડવામાં આવી રહ્યાા છે. પનામા પેપર લીકના મામલામાં નવાઝ શરીફ પહેલાથી જ ફસાઈ ચુક્યા છે. નવાઝ શરીફ પાેતાની પુત્રી અને જમાઈની સાથે ભ્રષ્ટાચારના કેસના મામલામાં જેલમાં છે. બીજી તરફ તેમની પાટીૅના ઉમેદવારોને રોકવામાં આવ્યા છે અથવા તાે અન્ય કારણોસર અયોગ્ય જાહેર કરાયા છે. નવાઝ શરીફ અને સેનાના વરિષ્ઠ જનરલો વચ્ચે અર્થવ્યવસ્થા અને ભારતની સાથે સંબંધોને લઇને મતભેદ રહ્યાા છે. નવાઝ શરીફને એક એવા નેતા તરીકે ગણવામાં આવે છે જે ભારત સાથે મંત્રણાની તરફેણ કરે છે પરંતુ પાકિસ્તાની સેના આનાે વિરોધ કરે છે. બીજી બાજુ ઇમરાન ખાન ખુલ્લીરીતે સેના પ્રત્યે પાેતાનું સમર્થન જાહેર કરી ચુક્યા છે. ઇમરાન ખાન કહી ચુક્યો છે કે તે પાકિસ્તાની સેના છે. દુશ્મન સેના નથી. તેઆે સેનાને સાથે લઇને ચાલવામાં રસ ધરાવે છે. આવી સ્થિતિમાં ઇમરાન ખાનને જીતવા માટે પાકિસ્તાની સેનાએ તાકાત લગાવી દીધી છે. સેના ઉપર ઇમરાન ખાનને ટેકો આપવાના આક્ષેપાે પણ થઇ રહ્યાા છે. હાલમાં કરવામાં આવેલા આેપિનિયન પાેલ અને સવેૅમાં ઇરારાનની પાટીૅ મજબૂતરીતે ઉભરી રહી છે. પાકિસ્તાન તહેરીકે ઇન્સાફ પાટીૅના પ્રમુખ તરીકે ઇમરાન ખાન છે અને સાૈથી મજબૂત દાવેદાર વડાપ્રધાન પદ માટે ગણવામાં આવે છે. વર્ષ 2014માં દેશભરમાં ઇમરાને નવાઝ શરીફ સરકારની સામે ભ્રષ્ટાચારના આરોપાેને લઇને દેખાવો કર્યા હતા. રાજીનામાની માંગ પણ કરી હતી. છેલ્લા પાંચ વર્ષથી પાકિસ્તાન તહેરીકે ઇન્સાફ ખેબર પખ્તુનખ્વામાં સરકાર ચલાવી રહી છે. પાેતાના હરીફોની સરખામણીમાં ઇમરાન ખાન સાેશિયલ મિડિયા ઉપર પણ ચર્ચા સ્પદ છે. ઇમરાન ખાને ગરીબાેને આવાસ, વિજળી, શિક્ષણ અને આરોગ્ય સેવાની સ્થિતિ સુધારવા અને સરકારમાં ભ્રષ્ટાચાર પર કાર્યવાહી કરવા જેવા વચન ઉપર ચૂંટણી લડી રહ્યાા છે. પાકિસ્તાનમાં ચૂંટણીને લઇને દરેક પાટીૅ સારો દેખાવ કરવા ઇચ્છુક છે.

Comments

comments

VOTING POLL