ઇવીએમ પર બીજું અને ત્રીજું બટન દબાવશો તો કરંટ લાગશે

April 18, 2019 at 11:22 am


લોકસભાની ચૂંટણી-2019માં નેતાઓ વિવાદિત અને બેફામ નિવેદનો આપી રહ્યાં છે. આ સાથે કેટલાક નેતાઓ મતદારો ભ્રમિત થાય એ પ્રકારના નિવેદનો પણ આપી રહ્યાં છે. આ પ્રકારનો નિવેદનો આપવામાં છતીસગઢના વાણિજ્ય અને ઉદ્યોગપતિ કવાસી લખમા પણ સામેલ થઈ ગયા છે. ઉદ્યોગ મંત્રી કવાસી લખમાએ કોંગ્રેસની ચૂંટણી સભામાં કહ્યું કે, તમારે ઈવીએમમાં પ્રથમ નંબરનું બટન દબાવવાનું છે, જો વોટ કરતી વખતે બીજા નંબરનું બટન દબાવશો તો કરંટ લાગશે, ત્રીજા નંબરનું બટન દબાવશો તો પણ કરંટ લાગશે. પ્રથમ નંબરનું બટન ઠીક કરી દીધું છે.
ઉદ્યોગમંત્રી કવાશી લખમાના આ નિવેદન વાળો વીડિયો સોશ્યલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ અગાઉ મંત્રીએ સોમવારે એક રેલીમાં પૂર્વ મુખ્યમંત્રી રમણસિંહને બોગસ ડોક્ટર ગણાવ્યા હતાં.

છતીસગઢની કોંગ્રેસ સરકારના ઉદ્યોગમંત્રી કવાશી લખમાના કરંટ લાગશેના નિવેદન અંગે પ્રદેશ ભાજપે ચૂંટણી પંચ સમક્ષ ફરિયાદ કરી હતી. જેના સંદર્ભમાં ચૂંટણી પંચે ઉદ્યોગ મંત્રી લખમાને નોટિસ ફટકારીને ત્રણ દિવસની અંદર જવાબ આપવા આદેશ કર્યો છે.
છતીસગઢમાં બીજા તબક્કાનું મતદાન 18મી એપ્રિલને ગુરુવારે થશે, જ્યારે ત્રીજા અને અંતિમ તબક્કાનું મતદાન 23મી એપ્રિલે થશે.
નોંધવું રહ્યું કે, ચૂંટણી પંચે વિવાદિત નિવેદનો મામલે યોગી આદિત્યનાથ, માયાવતી સહિતના નેતાઓ પર બે થી ત્રણ દિવસ સુધી પ્રચાર કરવા પ્રતિબંધ લગાવી દીધો છે.

Comments

comments