‘ઇશ્ક વિશ્ક’ની સીક્વલમાં જોવા મળશે શાહિદ કપૂરનો ભાઈ ઇશાન ખટ્ટર !!

June 26, 2019 at 10:18 am


‘ધડક’ ફિલ્મ દ્વારા ફેમસ થયેલાં અને શાહિદ કપૂરના ભાઈ ઇશાન ખટ્ટર હાલ ખુબ જ ચર્ચામાં છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ તેની એકટીંગના ખુબ જ વખાણ થાય છે. થોડા વખત પહેલાં “કોફી વિથ કરન”માં પણ તેની એકટીંગના વખાણ થયા હતા તેમજ જહાન્વી કપૂર સાથેના સબંધ વિશેની પણ ચર્ચા કરવામાં આવી હતી. પરંતુ તેઓએ તેના સંબંધ વિશે કોઈ ખુલાસો કર્યો ન હતો. વાત કરીએ ફિલ્મોની તો બોલિવૂડ એક્ટર શાહિદ કપૂર તથા અમૃતા રાવની ફિલ્મ ‘ઈશ્ક વિશ્ક’ની સીક્વલ બનવા જઈ રહી છે. ત્યારે એક રીપોર્ટ દ્વારા જાણવા મળ્યું છે કે આ ફિલ્મની સીક્વલમાં શાહિદ કપૂરનો ભાઈ ઈશાન ખટ્ટર લીડ રોલમાં જોવા મળી શકે છે. ‘ઈશ્ક વિશ્ક’ને રમેશ તૌરાણી પ્રોડ્યૂસ કરવાનાં છે. હાલ તો સ્ક્રિપ્ટ બનાવવાનું કામ ચાલે છે.

આ ફિલ્મ એક યુવાન પર આધારિત હશે. ફિલ્મના લીડ કેરેક્ટરને જોતા ઈશાન ખટ્ટરને ફિલ્મમાં લેવામાં આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. ફિલ્મ મેકર્સનું એવું માનવું છે કે, ‘ઈશ્ક વિશ્ક’માં યુવાનનું પાત્ર એકદમ ચાર્મિંગ અને માસુમિયતથી ભરેલું છે જે માટે ઇશાન યોગ્ય છે અને તે આ પાત્ર બખૂબી નિભાવી પણ શકશે.

પરંતુ આ વાત હજી સુધી ફાઈનલ નથી. આ પ્રકારની ફક્ત ચર્ચાઓ થઇ રહી છે. જોકે ઇશાન સાથે આ ફિલ્મ અંગે ચર્ચા કરવામાં આવી છે. ઈશાનની વાત કરીએ તો તે ‘બિયોન્ડ ધ ક્લાઉડ્સ’ તથા ‘ધડક’માં જોવા મળ્યો હતો. બંને ફિલ્મમાં તેની એક્ટિંગના ખુબ જ વખાણ થયા હતાં. હાલ તો ઈશાને ડિરેક્ટર વિશાલ ભારદ્વાજની વેબ સીરિઝ પણ સાઈન કરી છે પરંતુ તેનું કામકાજ હજી શરુ થયું નથી.

Comments

comments

VOTING POLL