ઇશ્વરીયા પાસે રેલ નાળા માર્ગ સંદર્ભે કોઇ પ્રત્યુતરો ન મળતા રોષની લાગણી

February 3, 2018 at 11:52 am


સુગમતાભર્યા રસ્તો બનાવવાની આવશકયતા
ભાવનગર રેલ મંડળ અંતર્ગત સોનગઢ-સણોસરા બચાવ ઇશ્વરીયા પાસે રેલનાળા માર્ગ સંદર્ભે કોઇ પ્રત્યુતરો ન મળતા રોષણી લાગણી રહી છે અહી સુગમતા ભર્યા રસ્તો બનાવવાની આવશ્યકતા રહેલી છે.
ઇશ્વરીયા ગ્રામ પંચાયતના સભ્ય મુકેશકુમાર પંડીતે ભાવનગર રેલ મંડળના સતાધિકારીઆેને કેટલાક પત્રો લખીને જણાવ્યા મુજબ રેલમાર્ગ પરના ફાટકના સ્થાને સુચિત નિમાર્ણ થઇ રહેલા નાળા માર્ગ સુગમતા ભર્યા બનાવવા પર માર મુકયો છે.
ભાવનગર રેલ મંડળ અંતર્ગત સણોસરા-સોનગઢ ઇશ્વરીયા પાસે રહેવા તથા બજુડ માર્ગો પરના ફાટક 192 તથા 193 સ્થાને રેલનાળા માર્ગ સંદર્ભે કોઇ પ્રત્યુતરો ન મળતા રાષની લાગણી રહી છે. આ રસ્તા પરથી સિહોર અને ઉમરાળા તાલુકાના જોડતા માર્ગો હોઇ નાના-મોટા વાહનોની અવર જવર રહે છે. ખેડુતોના બળદગાડા તેમજ ખટારા વગેરેની આવન જાવન તેમજ સરકારી બસ પણ ચાલે છે. અન્ય નાના માર્ગોમાં ચોમાસા દરમ્યાન પાણી ભરાઇ રહેવા પામે છે. જેથી વાહન વ્યવહાર ખોરવાઇ જાય છે, જે રેલતંત્રના ઇજનેરી વિભાગની ઘોર બેદરકારી ગણવી રહી.
ઇશ્વરીયા ગામ પાસે અહી નાના માર્ગને સાનુકુળ અને સુગમતા ભર્યા રસ્તો બનાવવાની આવશ્યકતા રહેલી છે. અન્યથા ચોમાસામા અહી વહેતા પાણીથી સમસ્યા સજાર્શે. આ સંદર્ભે કેટલીક લીખીત રજુઆતોના પ્રત્યુતરો પાઠવવામાં ભાવનગર રેલતંત્રની નજર અંદાજ કરવાની વૃતિ સામે રોષની લાગણી રહી છે.

Comments

comments