ઇસ્ટર ડે પર જ શ્રીલંકામાં સીરીયલ બ્લાસ્ટ, ચર્ચ–હોટલમાં મોતનું તાંડવ, ૧૦૦ના મોત

April 21, 2019 at 12:26 pm


શ્રીલંકાના ૩ ચર્ચ અને ૩ હોટલોમાં જબરદસ્ત બોમ્બ બ્લાસ્ટ થયા છે. રોયટર્સે સ્થાનિક મીડિયાના હવાલે કહ્યું કે આ બ્લાસ્ટમાં કમ સે કમ ૨૦ લોકોના મોત અને ૧૬૦ લોકો ઘયાલ થયાના સમાચાર છે. સ્થાનિક પ્રશાસનનું કહેવું છે કે તેમની ટીમના લોકો તેમાં થયેલા નુકસાન અંગે માહિતી એકત્ર કરવાની કોશિષ કરી રહ્યાં છે. કોલંબોની નેશનલ હોસ્પિટલનું કહેવું છે કે આ બ્લાસ્ટમાં કમ સે કમ ૮૦ લોકો ઘાયલ છે. આ ધડાકાનો સમય યારે ઇસ્ટરની પ્રાર્થના માટે લોકો ચર્ચમાં ભેગા થયા હતા. ત્યારે થયો છે. પોલીસે કહ્યું કે સ્થાનિક સમય પ્રમાણે પહેલો બ્લાસ્ટ સવારે ૮:૪૫ વાગ્યે થયો હતો.

સ્થાનિક પોલીસે કહ્યું કે હજુ સુધી સંપૂર્ણ ચિત્ર સ્પષ્ટ્ર થયું નથી કે ધડાકામાં કેટલાં લોકોને નુકસાન થયું છે. જે ચર્ચેાને નિશાન બનાવ્યા છે. તેમાં એક રાજધાનીના ઉત્તરી ભાગમાં છે અને બીજો કોલંબોની બહાર નેગોમ્બે કસ્બામાં કહેવાય છે.

શ્રીલંકાના કેટલાંય રિપોટર્સના મતે બટિકાલોઆ, નેગોમ્બો, અને કોલંબોના ચર્ચેામાં અને હોટલ શાંગરીલા અને કિંગ્સબરી સહિત હોટલોમાં ધડાકો થયો છે.
શઆતમાં મળતી માહિતી પ્રમાણે કોચ્ચીકેડ ચર્ચમાં બોમ્બ બ્લાસ્ટ થયો છે. એક અન્ય રિપોર્ટમાં કહ્યું કે કોચ્ચિકેડ કોલંબોમાં સેન્ટ અંથોની ચર્ચના પરિસરમાં એક બ્લાસ્ટની માહિતી મળી.

Comments

comments