ઇ-કોમર્સ ગ્રાહકો ભારે મુશ્કેલીમાં મુકાશે, ખરીદારી માેંઘી થશે

January 30, 2019 at 11:10 am


વોલમાર્ટના પ્રભુત્વવાળી આેનલાઈન શોપીગ સેન્ટર ફલીપ કાર્ડ દ્વારા એવી ચેતવણી આપવામાં આવી છે કે જો સરકાર 1લી ફેબ્રુઆરીથી એફડીઆઈ નિયમોને લાગુ કરે છે તો ઈ-કોમર્સ ગ્રાહકોને ભારે મુશ્કેલીમાં મુકાઈ જવું પડશે.

નવા નિયમ લાગુ થવામાં હવે બે દિવસ બાકી છે ત્યારે એમ માનવામાં આવે છે કે જો સમય સીમા વધારવામાં નહી આવે તો હજારોની સંખ્યામાં ઉત્પાદનો ઈ-કોમર્સ કંપનીની સાઈટ પરથી ગાયબ થઈ શકે છે અથવા તેમની ખરીદારી થઈ શકશે નહી. નવા નિયમોથી ખર્ચ વધશે અને નફો ઘટશે અને તેનો માર ગ્રાહકો પર આવશે.

ફલીકકાર્ડે એવી માગણી કરી છે કે, નવા એફડીઆઈ નિયમોને આેછામાં આેછા 6 મહિના સુધી મુલત્વી રાખવા જોઈએ. તેના સીઈઆે કલ્યાણકૃષ્ણ મૂતિર્એ આ બાબતે વાણિજ્ય મંત્રાલયને પત્ર લખ્યો છે.

એમણે એવો ઉલ્લેખ કર્યો છે કે, નવા નિયમોને અનુરૂપ પ્રાેડકટ નકકી કરવી પડશે અને તેમાં ધંધા-રોજગાર ભાંગી પડશે. ઈ-શોપીગ કંપનીઆેએ ઘણી બધી શરતો માનવી પડશે. જેમ કે પોતાની ભાગીદારીવાળી કોઈ કંપનીની પ્રાેડકટ ઈ-કોમર્સ સાઈટ પર કંપની વેચી શકશે નહી.

એ જ રીતે આેનલાઈન કંપનીઆે ફોન અથવા અન્ય ઉત્પાદનની એકસકલુઝિવ વેચાણની પ્રક્રિયા કરી શકશે નહી. ભારે છૂટ આપીને બજારને પ્રભાવિત કરી શકાશે નહી અને આ આેનલાઈન કંપનીઆેને આ નિયમો લાગુ પડશે માટે ઈ-કોમર્સ ગ્રાહકોએ ભારે મુશ્કેલીમાં મુકાઈ જવું પડશે અને નવા નિયમો બાદ તેમણે વધુ ખર્ચ કરવો પડશે.

Comments

comments

VOTING POLL