ઈડીએ ચિદમ્બરમની પાંચ કલાક પૂછપરછ કરી

June 13, 2018 at 11:19 am


ઈડીના અધિકારીઓએ એરસેલ-મેકસીસ કેસમાં પૂર્વ નાણામંત્રી પી.ચિદમ્બરમની ફરીવાર પૂછપરછ કરી હતી. આ વખતે સતત પાંચ કલાક સુધી પૂછતાછ થઈ હતી. પૂછતાછ સંપન્ન થયા બાદ બહાર નીકળીને પત્રકારો સમક્ષ ચિદમ્બરમને ફરીવાર તપાસ પર સવાલો ઉભા કયર્િ હતા.
એમણે ટવીટ કરીને વિસ્તારપૂર્વક પોતાની વાત રજૂ કરી છે અને લખ્યું છે કે, એફઆઈઆર દાખલ થઈ નથી કે કોઈ અપરાધનો આરોપ નથી છતાં અનેક એજન્સીઓ તપાસ કરી રહી છે. બીજીબાજુ ઈડીએ એવો સંકેત આપ્યો છે કે, ફરી એકવાર ચિદમ્બરમને પૂછતાછ માટે બોલાવવાની જર પડશે. આ પહેલાં સીબીઆઈએ કલાકો સુધી ચિદમ્બરમની પૂછતાછ કરી હતી.
ચિદમ્બરમે એવો આરોપ મુકયો છે કે, મને ઈરાદાપૂર્વક હેરેસ કરવામાં આવી રહ્યો છે. આ વિકૃત માનસિકતા છે જે ઉપરના ઈશારાથી થઈ રહી છે. ચિદમ્બરમના પુત્ર કીર્તિની પણ આ કેસમાં પૂછપરછ થઈ છે.

Comments

comments

VOTING POLL