ઈડીના મુંબઈના હેડ અગ્રવાલની બદલી: મહાચોર નિરવ મોદીની તરફેણ કરી

April 17, 2019 at 10:35 am


મહાચોર નિરવ મોદીની તપાસ કરી રહેલી ટુકડીના મુંબઈના સિનિયર ઓફિસરની ઉતાવળે બદલી કરી નાખનાર મુંબઈ ઈડીના વડા વિનીત અગ્રવાલ સામે આકરા પગલા લેવાયા છે. વિનીત અગ્રવાલની મુંબઈ ઈડીના વડાપદેથી તત્કાળ બદલી કરી નાખવામાં આવી ચે. નિરવ મોદી સામેના મની લોન્ડરિંગ કેસની તપાસમાં એમણે બિનજરૂરી દખલગીરી કરી હોવાનો આરોપ છે.

કેન્દ્રના નાણા મંત્રાલય દ્રારા બદલીના આ ઓર્હર ઈસ્યુ કરી દેવાયા છે. કેબિનેટની એપોઈન્ટમેન્ટ કમિટી તરફથી મંજૂરી મળ્યા બાદ ગઈકાલે સાંજે બદલીનો ઓર્ડર થયો હતો. અગ્રવાલ ઈડીના ગુજરાત, મહારાષ્ટ્ર્રના સ્પેશ્યલ ડાયરેકટર હતર. વિનીત અગ્રવાલનો કાર્યકાળ ઘટાડી દેવામાં આવ્યો છે અને એમને મુંબઈ ઈડીના વડા પદેથી હટાવી દેવાતા તંત્રમાં ભારે ચર્ચા જાગી છે.

ઈડીના સ્પેશ્યલ ડાયરેકટર તરીકે અગ્રવાલ કામ કરી રહ્યા હતા અને આ પોસ્ટ એમની પાસેથી આંચકી લેવાઈ છે. એમનો ચાર્જ બીજા અધિકારીને અપાઈ ગયો છે. ગત ૨૯મી માર્ચે જ અગ્રવાલનું નામ શંકાની યાદીમાં આવી ગયું હતું. એમણે નિરવ મોદીના નાણાકીય હેરાફેરી કેસની તપાસ કરનાર સિનિયર અધિકારી સત્યવ્રતકુમારને બદલીનો ઓર્ડર કરી દીધો હતો.

અગ્રવાલે કોઈ નિયમાનુસાર ઉપરના લેવલે જાણ કરી નહતી અને પ્રોસિજર ફોલો કર્યા વગર જ ઉતાવળે કુમારની બદલી કરી નાખી હતી તેવો આરોપ છે. નિરવ મોદીની તપાસ ઝડપી બની હતી ત્યારે જ અધિકારીને બદલાવીને અગ્રવાલ આંટીમાં આવી ગયા હતા અને એમને શિક્ષા કરવા માટે જ એમની બદલી કરી દેવાઈ છે. ૨૦૧૭ના જાન્યુઆરી માસમાં અગ્રવાલને ઈડીમાં ડેપ્યુટેશન પર મોકલાયા હતા. સ્પેશ્યલ ડાયરેકટર તરીકે એમની પાસે ઈડીના વેસ્ર્ટન રીજનમાં આવતા રાયો મહારાષ્ટ્ર્ર, ગુજરાત, મધ્યપ્રદેશ અને છતીસગઢનો કંટ્રોલ હતો

Comments

comments