ઈન્કમટેકસની ફરિયાદના નિકાલ માટે ખાસ 1લી માર્ચથી ખાસ સપ્તાહ

February 21, 2019 at 11:57 am


ઈન્કમટેકસને લગતી કોઈપણ ફરિયાદ હોય તો તેનો નિકાલ પહેલી માર્ચ શરૂ થતાં ફરિયાદ નિકાલ સપ્તાહમાં કરી શકાશે. રાજ્યની તમામ આઈટી આેફિસમાં 1થી 8 માર્ચ દરમિયાન ફરિયાદ નિકાસ સપ્તાહની ઉજવણી કરવાની જાહેરાત પ્રિિન્સપાલ ચિફ કમિશનર અજયદાસ મેહરોત્રાએ કરી હતી. સાથે સાથે ટીડીએસ ઝીરો ટેકસ ડીડકશન અને લોઅર ટેકસ ડિડકશન મુદ્દે પણ ડિપાર્ટમેન્ટના સહકારની ખાતરી આપવામાં આવી હતી. જીસીસીઆઈ દ્વારા એએમએ ખાતે ઈનકમ ટેકસ આેપન હાઉસનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રિિન્સપાલ ચિફ કમિશનર અજય દાસ મેહરોત્રા, ડીજી અજય જૈન તથા ટીડીએસ ચીફ કમિશનર આર.કે.શ્રીવાસ્તવ ઉપસ્થિત રહ્યાં હતાં. આેપન હાઉસમાં મેહરોત્રાએ જાહેરાત કરી હતી કે આગામી માર્ચમાં તમામ ઈન્કમટેકસ આેફિસમાં ફરિયાદ નિકાસ સપ્તાહમાં તમામ કરદાતાઆેની ફરિયાદોનો નિકાલ કરવામાં આવશે. આ ઉપરાંત ઈ-ફાઈલિંગ, ઈ-એસસમેન્ટને લીધે સંપૂર્ણ સીસ્ટમમાં પારદશિર્તા આવશે તેમ મેહરોત્રાએ જણાવ્યું હતું.
ચીફ કમિશનર (ટીડીએસ) આર.કે.શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે ઘણી કંપની-પેઢીઆે કર્મચારીઆેના ટીડીએસ કાપીને ડિપાટૃમેન્ટની તિજોરીમાં જમા કરાવતી નથી. માટે આવી કંપની-પેઢીઆે સામે પગલાં લેવાશે. સાથે સાથે હવે કર્મચારી સીધો જ ડિપાર્ટમેન્ટને પોતાનું ટીડીએસ કપાયું હોવાની જાણ કરી શકે તેવી સુવિધા પણ છે. આ ઉપરાંત ઝીરો ટેકસ ડિડકશન અને લોઅર ટેકસ ડિડકશનના સટિર્ફિકેટ પણ સરળતાથી મળી રહે તેવી વ્યવસ્થા ઉભી કરાઈ છે. ડીજી અમિત જૈને પણ તપાસ દરમિયાન જપ્ત કરાતી રોકડ અને જવેરાત તથા અન્ય કિંમતી વસ્તુઆે પરત કરવા પડતી તકલીફો અંગેની ફરિયાદની ખાસ નાેંધ લીધી હતી.

Comments

comments