ઈન્કમટેકસે ગાેંડલમાં કપાસના વેપારીને ત્યાં રિકવરી સર્વે હાથ ધર્યો

January 18, 2019 at 3:11 pm


એસેસમેન્ટ કામગીરી પૂર્ણ થતાની સાથે આવકવેરા વિભાગે રિકવરી સર્વેની કામગીરી હાથ ધરી છે. રાજકોટ રેન્જ વન-ટુની ટીમે ગાેંડલમાં કપાસના વેપારીને ત્યાં સર્વે હાથ ધરી રીકવરી કરી હતી. જાણવા મળતી વિગત મુજબ રેન્જ વન-ટુના જોઈન્ટ કમિશનર ઉષા શ્રાેફેના નેતૃત્વ હેઠળ ટીમે ગાેંડલમાં એક કપાસના વેપારીને ત્યાં સર્વેની કામગીરી કરી હતી.
આ વેપારીએ નિયમો અનુસાર ટેક્ષ ન ભર્યો હોય આઈ.ટી.ની ટીમે સર્વેનો દંડો પછાડéાે હતો અને લેણાં પેટે નીકળતાં 6 લાખની વસૂલાત કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં સીબીડીટી ચેરમેન સુશીલ ચંદ્રાએ વિડિયો કોન્ફરન્સના માધ્યમથી જે કરદાતાઆેએ ટેક્ષ ન ચૂકવ્યો હોય અને લેણાં પેટે નીકળતા કરોડો રૂપિયાની ટેક્ષ રીકવરી માટે સર્વે હાથ ધરવા તાકીદ કરી હતી.

Comments

comments

VOTING POLL