ઈન્ડોનેશિયામાં મોદીએ શહિદોને આપી શ્રદ્ધાંજલિ: રાષ્ટ્રપતિ સાથે દ્વિપક્ષીય વાતચીત

May 30, 2018 at 11:37 am


ત્રણ દેશોની પોતાની યાત્રાના પ્રથમ તબક્કામાં ઈન્ડોનેશિયા પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સવારે રાષ્ટ્રપતિ જોકો વિદોદો સાથે મુલાકાત કરી હતી. ત્યારબાદ બન્ને કાલીબાટા સ્મારક ગયા હતા જ્યાં તેમણે શહિદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આજે બન્ને નેતાઓની પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત થો જેમાં સમુદ્ર, વ્યાપાર અને રોકાણ સહિત અનેક ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગ પર ચર્ચા થશે. બન્ને નેતા સીઈઓ બિઝનેસ ફોરમની બેઠકમાં સામેલ થશે ત્યારબાદ મોદી મલેશિયા અને સિંગાપુર જવા રવાના થશે.

ઈન્ડોનેશિયામાં મોદી બે દિવસ રોકાણ કરશે. વિદેશ મંત્રાલયના જણાવ્યા મુજબ વડાપ્રધાન આ દરમિયાન ત્રણેય દેશોના નેતાઓ સાથે દ્વિપક્ષીય વાતર્િ કરશે. તેમાં રક્ષા સહિત અનેક મહત્ત્વના મુદ્દે કરાર થઈ શકે છે. મોદીનો ઈન્ડોનેશિયાનો પહેલો અને સિંગાપુરનો બીજો પ્રવાસ છે.
અહીં એ સૈનિકોને દફન કરવામાં આવ્યા છે જેમણે દ્વિતીય વિશ્ર્વ યુદ્ધ સમયે ઈન્ડોનેશિયાને ડચ પાસેથી આઝાદી અપાવી હતી. અહીં 1000 જાપાની સૈનિકો પણ દફન છે.

Comments

comments

VOTING POLL