ઈન્દ્રનીલ રાજ્યગુરૂની નારાજગી અને પ્રશ્નો હજુ યથાવત

July 9, 2018 at 12:04 pm


પ્રદેશ કાેંગ્રેસના નેતાઆેની નીતિરીતિથી કંટાળીને રાજકોટ શહેર કાેંગ્રેસ પ્રમુખનું પદ છોડી દેનાર ઈન્દ્રનીલ રાજ્યગુરૂ અમેરિકાના પ્રવાસેથી ગઈ મોડીરાત્રે આવી પહાેંચ્યા બાદ આજે કેટલાક કાર્યકરો તેમને મનાવવા માટે તેમના બંગલે પહાેંચ્યા હતા અને પ્રમુખપદે ચાલુ રહેવા માટે આગ્રહ કર્યો હતો. આ બધા કાર્યકરોની લાગણી સાંભળ્યા પછી ઈન્દ્રનીલ રાજ્યગુરૂએ એવું કહ્યું હતું કે મેં રાજીનામાની જાહેરાત કર્યા પછી પ્રદેશ કાેંગ્રેસ તરફથી હજુ સુધી કોઈ પ્રતિસાદ આવ્યો નથી અને મેં જે પ્રશ્નો ઉઠાવ્યા છે તે હજુ યથાવત છે.

મહાનગરપાલિકાની સ્ટેન્ડિ»ગ કમિટીના પૂર્વ ચેરમેન રાજભા ઝાલાની આગેવાની હેઠળ કેટલાક કાર્યકરો આજે સવારે ઈન્દ્રનીલ રાજ્યગુરૂના બંગલે પહાેંચ્યા હતા અને પોતાની લાગણી પહાેંચાડી હતી. આ કાર્યકરોનું કહેવું હતું કે ઈન્દ્રનીલ રાજ્યગુરૂ પ્રમુખપદ માટે સક્ષમ છે અને તેમણે કાેંગ્રેસની કમાન જાળવી રાખવી જોઈએ. ઈન્દ્રનીલ રાજ્યગુરૂએ પણ આ કાર્યકરોને સંબોધ્યા હતા અને તેમણે દશાર્વેલી લાગણી બદલ આભાર માન્યાે હતો. આજે સવારે ઈન્દ્રનીલ રાજ્યગુરૂને મળવા માટે વશરામ સાગઠિયા, મિતુલ દાેંગા, ભાવેશ બોરીચા, કોર્પોરેટર વિજય વાંક વગેરે પહાેંચ્યા હતા. આ સંદર્ભે વિજય વાંકને પૂછતાં તેમણે કહ્યું હતું કે હું કોલેજના એક કામ બાબતે ઈન્દ્રનીલભાઈને મળવા માટે ગયો હતો.

દરમિયાન ઈન્દ્રનીલ રાજ્યગુરૂએ પોતાના સાથીદારોને એવું કહ્યું હતું કે મારે જે મુદ્દે વાંધો છે તે હજુ યથાવત છે અને પ્રદેશ કાેંગ્રેસ તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી તેથી પક્ષમાં પાછા ફરવાનો અત્યારે પ્રñ ઉપસ્થિત થતો નથી.

દરમિયાન શહેર કાેંગ્રેસના કાર્યકારી પ્રમુખ મહેશ રાજપૂતને આ સંદર્ભે પૂછતાં તેમણે કહ્યું હતું કે ઈન્દ્રનીલ રાજ્યગુરૂએ મૌખિક રીતે રાજીનામું આપ્યું છે. તેઆે કાેંગ્રેસના આગેવાન છે, પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ પ્રમુખ છે અને તેમને જે કોઈ પ્રñા હોય તે પાર્ટીના પ્લેટફોર્મ ઉપર રજૂ કરી શકે છે.

મહેશ રાજપૂતે કહ્યું હતું કે ઈન્દ્રનીલ રાજ્યગુરૂએ શા માટે પક્ષ છોડયો છે તે તેમણે પાર્ટીને સત્તાવાર રીતે જણાવ્યું નથી. પક્ષે તેમને છૂટા કર્યા નથી. તેમને જે કોઈ વ્યિક્તગત પ્રશ્નો હશે તે માટે તેઆે પક્ષના પ્લેટફોર્મ ઉપર ચર્ચા કરી શકે છે. મહેશ રાજપૂતે પોતે પણ ચર્ચા કરવાની તૈયારી દશાર્વી હતી.

તેમણે એમ પણ કહ્યું હતું કે જ્યાં સુધી રાજભા ઝાલાનો પ્રñ છે ત્યાં સુધી તેઆે વ્યિક્તગત મિત્રતાથી હેસિયતથી ઈન્દ્રનીલ રાજ્યગુરૂને મનાવવા માટે ગયા હશે. તેઆેએ જ્યારે ભાજપ છોડયો ત્યારે પણ તેઆેએ સ્પષ્ટતા કરી હતી કે હું કાેંગ્રેસમાં જોડાતો નથી ફક્ત ઈન્દ્રનીલ રાજ્યગુરૂની વિચારધારા જોડાઉ છું. પક્ષ તરફથી તેમને કોઈ રિસામણા-મનામણા માટે નિર્દેશો આપવામાં આવ્યા નથી.

હવે જોવાનું એ રહે છે કે અમેરિકાના વિદેશ પ્રવાસેથી આવી ગયા પછી ઈન્દ્રનીલ રાજ્યગુરૂ કેવા પ્રકારની નીતિ અપનાવે છે.

Comments

comments