ઈમરાનના ચાવવાના અને દેખાડવાના જૂદાઃ બે ઘર વચ્ચે હેલિકોપ્ટરથી સફર કરી

August 30, 2018 at 10:33 am


પાકિસ્તાનના નવનિયુક્ત વડાપ્રધાન ઈમરાન ખાને હાલમાં જ દેશની આર્થિક સ્થિતિ સુધારવા માટે ખર્ચ ઘટાડવાના પગલાં લીધા છે અને તેની સાથે જ દેશમાંથી વીઆઈપી કલ્ચર દૂર કરવાની કવાયત પણ તેમણે શરુ કરી છે. પરંતુ પોતે હજુ હેલિકોપ્ટરમાં ફરી રહ્યા છે. હાલમાં જ તેઆે તેમના બનીગાલા ખાતેના તેમના નિવાસસ્થાનેથી વડાપ્રધાન નિવાસ સુધી હેલિકોપ્ટરમાં તેમના પત્ની બુશરા ઈમરાન સાથે ગયા હતા. આ ઘટના બાદ ઈમરાન ખાન વિવાદમાં સપડાયા છે. પાકિસ્તાની વડાપ્રધાન અને પંજાબના મુખ્યમંત્રી ઉસ્માન બુઝદાર હેલિકોપ્ટરમાં સફર કરવા અંગે વિવાદમાં સપડાયા છે પરંતુ શાસક પક્ષ પાકિસ્તાન તહરીક એ ઈન્સાફે (પીટીઆઈ) કહ્યું હતું કે નવા ચૂંટાયેલા નેતાઆે હેલિકોપ્ટરનો ઉપયોગ કરી શકે છે.

જો કે ઈમરાન ખાનની આ હરકત બાદ ટીકાકારોએ ટિપ્પણીઆે શરુ કરી છે. જો કે ઈમરાનની પાર્ટી પીટીઆઈએ આ ટીકાઆેને ફાલતુ ગણાવી હતી અને કહ્યું હતું કે વડાપ્રધાનની અયોગ્ય ટીકા કરવામાં આવી રહી છે. પીટીઆઈના નેતા મુહમ્મદ અલી ખાને ટંીટ કરીને આમ લખ્યું હતું અને qક્રકેટરમાંથી રાજનેતા બનેલા ઈમરાન ખાનનો બચાવ કર્યો હતો. તેમણે ટંીટ કરીને લખ્યું હતું, જે લોકો વડાપ્રધાનની અયોગ્ય રીતે ટીકા કરી રહ્યા છે એ લોકો જાણી લે કે 3 મિનિટના ઉડ્ડયન માટે હેલિકોપ્ટરમાં ઉડ્ડયન કરવું એ સુરક્ષાના કારણોસર પાંચ-સાત વાહનોનાં કાફલા સાથે સડકમાર્ગે પ્રવાસ કરવા કરતાં ઘણું જ સસ્તું છે. આ ઉપરાંત હેલિકોપ્ટરમાં સફરથી સુરક્ષા વધુ રહે છે. ટ્રાફિક જામની સમસ્યા પણ રહેતી નથી.થ આ ઉપરાંત પંજાબના મુખ્યમંત્રી ઉસ્માન બુઝદાર પણ આવા જ વિવાદમાં સપડાયા છે. તેઆે તેમના પરિવાર સાથે એક પ્રાઈવેટ જેટમાં જતા તસવીરમાં જોવા મળ્યા છે.

હાલમાં જ પાક. પીએમ ઈમરાન ખાને વીઆઈપી કલ્ચર ખતમ કરવાના કદમ ઉઠાવ્યા છે અને તેમણે ફસ્ર્ટ ક્લાસ એર ટ્રાવેલ પર દેશના ટોચના નેતાઆે માટે પણ પ્રતિબંધ ફરમાવ્યો છે પણ આ મુદ્દે તેઆે ખુદ જ હવે ફસાયા છે.

પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને ફેડરલ કેબિનેટની બીજી મીટિંગમાં ફસ્ર્ટ ક્લાસ એર ટ્રાવેલ પર પ્રતિબંધનો નિર્ણય લીધો હતો. આ મીટિંગ વખતે જણાવાયું હતું કે દેશના રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, ચીફ જસ્ટિસ, સેનેટ ચેરમેન, નેશનલ એસેમ્બ્લી સ્પીકર તથા મુખ્યમંત્રીઆે હવેથી ઈન્ટરનેશનલ ફ્લાઈટસમાં ફસ્ર્ટ ક્લાસ સ્ટેટસથી ઉડ્ડયન નહી કરી શકે. તેમણે હવે પછી બિઝનેસ કે ક્લબ ક્લાસમાં સફર કરવાની રહેશે.

Comments

comments

VOTING POLL