ઈલેકટ્રીક ટૂ-વ્હિલર્સને ઉત્તેજન આપવા સ્કુટર-બાઈક ઉપર ગ્રીન સેસ નાખવા વિચારણા

January 23, 2019 at 11:15 am


ઈલેકટ્રીક વાહનોને ઉત્તેજન આપવા માટે સરકાર પેટ્રાેલથી ચાલતાં ટૂ-િવ્હલર્સ પર ટૂંક સમયમાં ગ્રીન સેસ લાદવા વિચારી રહી છે. પરિણામે મોટર સાઈકલ કે સ્કૂટર ચલાવવા માટે લોકોએ વધારે ખર્ચ કરવો પડે તેવી શકયતા છે.

હાલમાં વિચારણા હેઠળની દરખાસ્ત પ્રમાણે પેટ્રાેલથી ચાલતાં ટૂ-િવ્હલર્સ પર રૂા.800થી રૂા.1000નો સેસ લાદી શકાય છે. આગામી બે-ત્રણ વર્ષમાં દેશના રસ્તા પર 10 લાખથી વધારે ઈલેકટ્રીક ટૂ-િવ્હલર્સ લાવવા માટે આ નાણાંનો પ્રાેત્સાહન તરીકે ઉપયોગ કરવામાં આવશે. ગયા વર્ષે દેશમાં 2.1 કરોડથી વધુ ટૂ-િવ્હલર્સનું વેચાણ થયું હતું.

આ હિલચાલથી વાકેફ એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, આજે પેટ્રાેલના ટુ-િવ્હલર અને ઈલેકટ્રીક ટૂ-િવ્હલરના ભાવ વચ્ચે લગભગ રૂા.55,000થી 60,000 સુધીનો તફાવત છે. આ ગેપને શકય એટલો ઘટાડવાનો પ્રયાસ છે.તેના માટે પેટ્રાેલ સંચાલિત વાહનો પર સેસ નાખવામાં આવશે જે પ્રદૂષણ ફેલાવે છે. આ પગલાંથી ઈલેકટ્રીક વાહનોને સબસિડાઈઝ કરી શકાય અને ક્રૂડની વધતી આયાત તથા પ્રદૂષણની સમસ્યાનો સામનો કરી શકાશે. ટૂ-િવ્હલર્સ પર ગ્રીન સેસ લાદવાની દરખાસ્ત એવા સમયે આવી છે જયારે પવન મુંજાલ (હીરો મોટોકોર્પના ચેરમેન અને મેનેજિંગ ડિરેકટર), રાજીવ બજાજ (બજાજ આેટોના મેનેજિંગ ડિરેકટર), વેણુ શ્રીનિવાસન (ટીવીએસ મોટર કંપનીના ચેરમેન) એ મોટરસાઈકલ્સ અને સ્કૂટર પર જીએસટી ઘટાડવાની માંગણી કરી છે.

એક તરફ ટૂ-િવ્હલર ઉત્પાદકો ટેકસ ઘટાડવાની માંગણી કરે છે જયારે બીજી તરફ ઈલકેટ્રીક વાહનોને ઉત્તેજન આપવા માટે સરકાર પેટ્રાેલ સંચાલિત ટૂ-િવ્હલર્સ પર સેસ નાખવાની યોજના ધરાવે છે. બીસેસ-6 નિયમો લાગુ કરવા તથા સેફટી માટે પણ ટૂ-િવ્હલર્સનો ઉત્પાદન ખર્ચ વધવાનો છે. અધિકારીએ જણાવ્યું કે ટેકસના માળખાને લગતી કોઈ સમસ્યા હોય તો તેનો અલગથી વિચાર કરવાનો રહેશે. ગ્રીસ સેસના કારણે ભાવ વધારો થાય તે ઈિન્ક્રમેન્ટલ વૃિધ્ધને અસર થવાની શકયતા છે. ઈલકેટ્રીક ટૂ-િવ્હલર્સ વેચાણ દ્વારા આ વૃિધ્ધના ઘટાડાને સરભર કરી શકાય. પરંતુ અત્યારે જો 10 લાખ ઈલેકટ્રીક ટૂ-િવ્હસરનું વેચાણ નહી થાય તો ત્યાર પછીના 40 લાખ પણ નહી વેચી શકાય. કારણ કે સપ્લાય ચેઈન જ નહી રચી શકાય. 2018માં ટૂ-િવ્હલરના વેચાણમાં 12.8 ટકા વધારો થયો હતો અને કુલ 2.16 કરોડ ટૂ-

Comments

comments

VOTING POLL