ઈવીએમ અંગે વિપક્ષની ચિંતા પર આજે ચૂંટણી પંચની તાકિદની બેઠક

May 22, 2019 at 10:48 am


Spread the love

કોંગ્રેસે કહ્યું કે ચૂંટણી પચં ઈવીએમ અને વીવીપેટના પ્રયોગ પર વિપક્ષી દળોની ચિંતાઓના સમાધાન માટે આજે બેઠક કરશે. વિપક્ષી નેતાઓએ આ પહેલાં ચૂંટણી પચં સાથે મુલાકાત કરી ઈવીએમમાં ગરબડી અંગે ચિંતા વ્યકત કરી હતી.
કોંગ્રેસ પ્રવકતા અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે ચૂંટણી પચં સમક્ષ પાછલા દોઢ મહિનાથી તેઓ અનેક વખત ઈવીએમનો મુદ્દો ઉઠાવી ચૂકયા છે. અમે પંચને કહ્યું કે શા માટે તેઓ અમારી અપીલનો જવાબ આપી રહ્યા નથી. ચૂંટણી પંચે વિપક્ષી દળોના નેતાઓની વાતને અંદાજે એક કલાક સુધી સાંભળી અને કહ્યું કે તેઓ આ તમામ મુદ્દે આજે બેઠક કરી નિર્ણય લેશે. વિપક્ષી નેતાઓના જણાવ્યા મુજબ ચૂંટણી પચં તેમની માગ પર સકારાત્મક વલણ અપનાવશે કેમ કે મતગણના પહેલાં પાંચ ઈવીએમ અને વીવીપેટ રિસિપ્ટની મેળવણી માટે માત્ર દિશા–નિર્દેશ જ જારી કરવાના છે.
લોકસભા ચૂંટણીની મત ગણતરીના બે દિવસ પહેલાં મુંબઈ કોંગ્રેસ પ્રમુખ મિલિંદ દેવડાએ મહારાષ્ટ્ર્રના મુખ્ય ચૂંટણી અધિકારી (સીઈઓ)ને પત્ર લખીને શહેરના વિવિધ કેન્દ્રોમાં રાખેલા ઈવીએમ સાથે છેડછાડની આશંકા વ્યકત કરી હતી