ઈ-કોમર્સ ઉપર સંકટના વાદળ!

February 4, 2019 at 11:47 am


આપણા દેશમાં ઈ-કોમર્સમાં પ્રત્યક્ષ વિદેશી રોકાણના નવા નિયમો લાગુ થઈ ગયા છે જેને પગલે ગ્રાહકોને મળતી કેટલીક સુવિધાઆે પર સંકટના વાદળો ઘેરાવા લાગ્યા છે. નવી વ્યવસ્થા હેઠળ ગ્રાહકોને સામને અગાઉ 1થી2 દિવસમાં મળી જતો હોત જેને બદલે હવે તેમાં 4થી7 દિવસનો સમય લાગી શકે છે. ઉપરાંત આ માટે ગ્રાહકોએ સામાન માટે વધુ કિંમત પણ ચૂકવવી પડશે. નવા નિયમોની સૌથી વધુ અસર એમેઝોનપર પડશે, જેણે પોતાના પ્લેટફોર્મ પરથી મોબાઈલ, ઈલેક્ટ્રાેનિક્સ, ગ્રાેસરી અને ફેશન સહિત અનેક શ્રેણીમાં વધુ પ્રમાણમાં ઉત્પાદોને હટાવવા પડéા છે. ક્લાઉડટેલ અને એપેરિયો જેવા સેલર્સે તો બિલકુલ કામ કરવાનું પણ બંધ કરી દીધું છે. આ બન્ને કંપનીઆેની એમેઝોનમાં હિસ્સેદારી પણ છે.

વૈિશ્વક સ્તરે એમેઝોનના આંતરાષ્ટ્રીય કારોબારને 64.2 કરોડ ડોલરની નુકસાન સહન કરવી પડી છે, જે અગાઉના વર્ષના સમાન ગાળામાં 91.2 કરોડ હતી. એમેઝોનના ભારતમાં આક્રમક રોકાણને વૈિશ્વક કામગીરીમાં સતત થઈ રહેલી ખોટને ભરપાઈ કરવાનું માનવામાં આવે છે. સમીક્ષક ગાળામાં એમેઝોનનું વૈિશ્વક વેચાણ 21 અબજ ડોલર રહ્યું હતું જે આગલા વર્ષના સમાન ગાળામાં 18 અબજ ડોલર થયું હતું.

ભારતીય આેનલાઈન પ્લેટફોર્મ િફ્લપકાર્ટે કહ્યું છે કે, સરકાર દ્વારા નિયમોના પાલન માટેની અંતિમ ડેડલાઈન ના લંબાવતા તે નારાજ છે. નવા નિયમોથી િફ્લપકાર્ટને તાત્કાલિક કોઈ અસર નહી થા, કારણ તે તેમના મોટા સેલર્સ પ્રત્યક્ષ રીતે ભાગીદાર નથી પરંતુ વેરહાઉસમાં રહેલો સ્ટોક સમાપ્ત થયા બાદ બ્રાન્ડ્સ સાથે સમજૂતિને પુર્નગઠિત કરવાથી આગામી સમયમાં તેની પ્રતિકૂળ અસર જોવા મળી શકે છે.. ભારતમાં આેનલાઇન ખરીદી વધી રહી છે ત્યારે નવા નિયમો તેમાં અડચણો ઉભી કરશે તેટલું નકકી છે.

Comments

comments

VOTING POLL