ઈ-વાહનની ખરીદી ઉપર કરછૂટ મળે તેવી સંભાવના

June 24, 2019 at 10:47 am


દેશમાં વીજળીથી સંચાલિત થતાં વાહનોને પ્રાેત્સાહન આપવા માટે કેન્દ્ર સરકાર ઈલેિક્ટ્રક વાહન ખરીદનારા લોકોને આવકવેરામાં છૂટ આપી શકે છે. વીજળી મંત્રાલયે સરકારને સુચન આપ્યું છે કે ઈ-વાહનોની ખરીદી પર સૌર ઉજાર્ની જેમ એલ્સીલેરેટેડ ડેપ્રિસિએશન લાભ આપવામાં આવે. મંત્રાલયનું માનવું છે કે આ પગલાંથી તમામ મોટી કંપનીઆે ઈલેિક્ટ્રક વાહન ખરીદશે. આ સાથે વ્યિક્તગત રીતે કાર ખરીદનારા લોકોને પણ આવકવેરામાં છૂટ મળી જોઈએ.

વીજળી મંત્રાલય હેઠળ કામ કરનારા ઉજાર્ દક્ષતા બ્યુરો (બીઈઈ)એ દેશમાં ઈલેિક્ટ્રક વાહનોને પ્રાેત્સાહન આપવા માટે એક રિપોર્ટ તૈયાર કર્યો છે. અન્ય દેશોમાં ઉઠાવવામાં આવેલા પગલાંના આધાર પર તૈયાર કરવામાં આવેલા આ રિપોર્ટમાં અનેક મહત્ત્વની ભલામણો કરવામાં આવી છે. રિપોર્ટમાં કહેવાયું છે કે ઈલેિક્ટ્રક વાહન ખરીદવા ઉપર આવકવેરાનો લાભ મળવો જોઈએ.
ઉજાર્ મંત્રાલય સૌર ઉજાર્ સંયંત્ર લગાવવા ઉપર 40 ટકા સુધી એલ્સીલેરેટેડ ડેપ્રિસિએશન આપે છે. બીઈઈનું કહેવું છે કે સૌર ઉજાર્ની જેમ ઈલેિક્ટ્રક વાહન ખરીદનારા લોકોને પણ 40 ટકા એલ્સીલેરેટેડ ડિપ્રેસિએશન આપવામાં આવે. આ સાથે બીઈઈએ ઈલેિક્ટ્રક વાહનો માટે જીએસટી આેછો કરવાની સાથે થોડા વર્ષો માટે રોડ ટેક્સ ઉપર છૂટ આપવાની પણ ભલામણ કરી છે.
બીઈઈએ વર્ષ 2022-23 સુધી ઈ-વાહન માટે ટોલ ટેક્સમાંથી છૂટ આપવાની પણ ભલામણ કરી છે. તમામ ઈલેિક્ટ્રક વાહનો માટે પાર્કિંગ ફ્રી કરવાની સાથે બીઈઈએ સરકાર પાસે ઈલેિક્ટ્રક બસ માટે પરમીટ ફીને પણ સંપૂર્ણ રીતે નાબૂદ કરવાની ભલામણ કરી છે.

Comments

comments

VOTING POLL